ETV Bharat / state

Surat News: આરોગ્ય વિભાગે 1826 સેમ્પલો લીધા, નવ મહિનામાં અલગ અલગ 178 સેમ્પલો ફેઇલ - 178 samples failed in nine months

અલગ અલગ પર્વને ધ્યાનમાં રાખીને સુરત આરોગ્ય વિભાગએ છેલ્લા નવ મહિનામાં અનેક સ્થળો પર રેડ કરી 1826 થી પણ વધુ સેમ્પલ લીધા હતા. સૌથી અગત્યની વાત છે કે નવ મહિનામાં અલગ અલગ 178 સેમ્પલ ફેલ થયા છે. હવે આ તમામ સંસ્થાઓ સામે એક્ઝિક્યુટિવ સમક્ષ કેસ કરવાની તજવીજ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

સુરત આરોગ્ય વિભાગએ જે 1826 સેમ્પલો લીધા, નવ મહિનામાં અલગ અલગ 178 સેમ્પલો ફેઇલ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 3, 2023, 12:03 PM IST

સુરત આરોગ્ય વિભાગએ જે 1826 સેમ્પલો લીધા, નવ મહિનામાં અલગ અલગ 178 સેમ્પલો ફેઇલ

સુરત: સ્વાદના શોખીન સુરતી લાલાઓ આરોગ્ય વિભાગ પાસેથી જે આંકડો આવ્યો છે. તેને જોઈ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે સુરત શહેરમાં અનેક એવી દુકાનો અને સંસ્થાઓ છે. જે સ્વાદની આડમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખેલ કરી રહી છે. છેલ્લા કેટલાક મહિનાથી સુરત આરોગ્ય વિભાગ અલગ અલગ દુકાનોમાં રેડ કરી કુલ 1826 સેમ્પલ એકત્ર કર્યા હતા. તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. પરંતુ તેના રિપોર્ટ આવ્યા બાદ માત્ર આરોગ્ય વિભાગ જ નહીં. પરંતુ લોકોને પણ ચેતી જવાની જરૂર છે. નવ મહિના દરમિયાન કુલ 178 જેટલા સેમ્પલ ફેલ થયા છે.

"અલગ અલગ દુકાન અને સંસ્થામાંથી સેમ્પલ લઇ અમે લેબમાં હતા. પરંતુ તેની ગુણવત્તા યોગ્ય ન હોવાના કારણે હાલ અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છે. આ તમામ 178 સંસ્થા વ્યક્તિ સામે એક્ઝિક્યુટિવ સમક્ષ કેસ કરવા જઈ રહ્યા છે. સાથે તેઓના કૃત્ય પુરવાર થાય તો પાંચ લાખ રૂપિયા દંડ પણ ફટકારવામાં આવશે."-- ડૉ પ્રવીણ ઉમરીગર ( આરોગ્ય અધિકારી)

દાખલા રૂપ કાર્યવાહી: સુરત શહેરમાં ખાદ્ય વસ્તુઓમાં હાલ સંખ્યા દ્વારા ભેળસેળ કરવાની ઘટના વધી રહી છે. આ કારણે જ મિલાવટ ખોરો સામે દાખલા રૂપ કાર્યવાહી કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા હાલ કાયદાકીય કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ જે સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવ્યા તેમાં જાણવા મળ્યું છે કે સિન્થેટિક કલર અને બિન આરોગ્યપ્રદ વસ્તુઓ લોકો વેચી રહ્યા હતા. તહેવારો ટાણે આરોગ્ય વિભાગ દ્વારા માવા, બરફ, દૂધ, ઘી, પાણી, સોસ, ચટણી સહિત અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા.

  1. Surat News: ભાદરવી પૂનમના રોજ નવી સિવિલ હોસ્પિટલમાં 45મુ સફળ અંગદાન થયું
  2. Surat News: સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં બે બાળકની સફળ કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરાઈ
  3. Surat Crime : ઓલપાડના ઉમરા ગામમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગ ઝડપાઇ, ઘર કા ભેદી લંકા ઢાયે જેવો ઘાટ ઘડાયો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.