ETV Bharat / state

મઢી બાદ બારડોલી શહેરમાં પણ 15 મૃત કાગડા મળતા ફફડાટ - Surat district

બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં શુક્રવારે 15 જેટલા કાગડા મૃત હાલતમાં મળી આવતા ફરી એક વખત તંત્ર દોડતું થયું હતું. વન વિભાગ અને પશુપાલનની ટીમ દ્વારા મૃત કાગડાઓના નમૂના ભોપાલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં તાલુકામાં બીજી વખત કાગડા મૃત મળી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મૃત કાગડા
મૃત કાગડા
author img

By

Published : Jan 8, 2021, 8:48 PM IST

  • મઢી બાદ બારડોલી શહેરમાં પણ 15 મૃત કાગડા મળતા ફફડાટ
  • ત્રણ દિવસમાં મૃત કાગડા મળવાની બીજી ઘટના નોંધાઈ
  • મૃત કાગડાઓના નમૂના ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા

બારડોલી/સુરત: બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં શુક્રવારે 15 જેટલા કાગડા મૃત હાલતમાં મળી આવતા ફરી એક વખત તંત્ર દોડતું થયું હતું. વન વિભાગ અને પશુપાલનની ટીમ દ્વારા મૃત કાગડાઓના નમૂના ભોપાલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં તાલુકામાં બીજી વખત કાગડા મૃત મળી આવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

કોરોનાની સાથે સાથે રાજ્યમાં બર્ડ ફ્લૂની પણ દહેશત ફેલાયેલી છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલીના મેમણ કબ્રસ્તાનમાં 15 જેટલા મૃત કાગડાઓ મળી આવતા વન વિભાગ દોડતું થયું હતું. સ્થળ પર અધિકારીઓએ પહોંચી કાગડાઓના જરૂરી સેમ્પલ લઈ ભોપાલ લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા.

મઢી બાદ બારડોલી શહેરમાં પણ 15 મૃત કાગડા મળતા ફફડાટ

15 કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા

ત્રણ દિવસ પહેલા બારડોલી તાલુકાનાં મઢી રેલવે સ્ટેશન કોલોનીમાં ચાર કાગડાઓ મૃત હાલતમાં મળી આવ્યા બાદ બારડોલી શહેરના મેમણ કબ્રસ્તાન નજીક આજે 15 જેટલા મૃત કાગડાઓ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. મોટી સંખ્યામાં કાગડા મૃત હાલતમાં પડ્યા હોવાની જાણ થતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

વનવિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી

બારડોલી તાલુકામાં ફરી એક વખત મૃત કાગડા મળવાની ઘટનાને લઈ બારડોલી વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પંચક્યાસ કરી કાર્યવાહી શરૂ કરી હતી. વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા મૃત કાગડાઓના જરૂરી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.

બારડોલી શહેર અને તાલુકામાં મૃત કાગડાઓ મળવાની છેલ્લા ત્રણ દિવસમાં બે ઘટનાઓ પ્રકાશમાં આવી છે. બે દિવસ પહેલા પણ બારડોલી તાલુકાના મઢી ગામે ચાર જેટલા મૃત કાગડાઓ મળી આવ્યા હતા. વન વિભાગની ટીમે બારડોલી પશુ ચિકિત્સાલયના અધિકારીની પણ મદદ મેળવી તપાસમાં જોડાયા હતા. મઢી બાદ મેમણ કબ્રસ્તાનમાંથી મળેલા મૃત કાગડાઓના નમૂના લઈ એર ટાઈટ પેકીંગ કરી ભોપાલ ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. ત્યારે લોકો દ્વારા પણ સાવચેતી રાખવામાં આવે તે જરૂરી થઈ પડ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.