સુરત: હીરાના વેપાર સાથે સંકળાયેલા સુરત શહેરના હીરાના વેપારીના 14 વર્ષીય પુત્રએ ટ્યુશન થી આવ્યા બાદ આપઘાત કરી લીધો હતો. 14 વર્ષીય અયાન ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પર હાજર તબીબોએ અયાને બચાવી શક્યા નથી. અયાને શા માટે આપઘાત કર્યું તે અંગે હાલ ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.
તાત્કાલિક હોસ્પિટલ: શહેરના સીટી લાઈટ વિસ્તાર ખાતે આવેલા ક્રિશ એન્કલેવમાં રહેતા હીરા વેપારી જીગર વિદાણી ની કાર રીપેર કરવા માટે સર્વિસ સેન્ટર ગયા હતા. તે દરમિયાન ઘરમાં તેમનો 14 વર્ષીય પુત્ર અયાન વિધાણી એકલો હતો. અયાન સમય ટ્યુશનથી ઘરે પહોંચ્યો હતો અને ઘરમાં કોઈ સભ્ય નહોતો. બિલ્ડીંગના રહીશો અને સિક્યુરિટી ગાર્ડની આ અંગેની જાણકારી જીગર વિધાણી ને આપી હતી અને તાત્કાલિક અયાનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પુત્રે આપધાત કરી લીધો હોવાનું સાંભળીને પિતા ઘર તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.
પોલીસે તપાસ શરૂ કરી: ઉમરા પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલ પાસેથી જાણકારી મળી હતી કે 14 વર્ષનો એક વિદ્યાર્થીએ પોતાના ઘરે આપઘાત કરી લીધો છે. આ અંગેની માહિતી મળતા જ પોલીસ કર્મીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા અને સમગ્ર મામલે તપાસ કરી છે. જોકે હજુ સુધી આપઘાત કયા કારણો થી મૃતકે કર્યું છે તે અંગે જાણકારી મળી નથી. પરંતુ પરિવારના સભ્યો અને ટ્યુશન સંચાલક પાસેથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.
શા માટે આપઘાત: ગંભીર ઈજાઓ થઈ હતી.અયાન ધોરણ નવ માં ભણે છે. તે પ્રખ્યાત હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર હતો. તેને શા માટે આપઘાત કર્યું તે અંગેની તપાસ ઉમરા પોલીસ કરી રહી છે. જ્યારે તે નીચે ફટકાયો ત્યારે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. માથાના ભાગે ગંભીર ઇજાના કારણે લોહી નીકળી રહ્યું હતું. તાત્કાલિક સારવાર માટે નજીકના પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટલી નાની ઉંમરમાં ક્યાં કારણોસર તેને આપઘાત કર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.