ETV Bharat / state

કામરેજ તાલુકાના 9 ગામના 1,168 ખેતી વિષયક વીજ જોડાણોને દિવસે વીજળી મળશે - સૂર્યોદય યોજના

કામરેજ તાલુકાના 9 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો રાજ્ય પ્રધાન કિશોર કાનાણીએ કામરેજથી પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનાથી 1,168 ખેતી વિષયક વીજ જોડાણોને દિવસના સમયે વીજળી મળશે.

કિસાન સૂર્યોદય યોજના
કિસાન સૂર્યોદય યોજના
author img

By

Published : Jan 9, 2021, 7:41 PM IST

  • કામરેજ તાલુકાના 9 ગામોમાં ‘કિસાન સૂર્યોદય યોજના’નો પ્રારંભ
  • બીજા તબક્કામાં સુરત જિલ્લાના 99 ગામોના 5,227 વીજ જોડાણને દિવસે વિજ પુરવઠો મળશે
  • દિવસના વીજળી મળવાથી ખેડૂતોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે

સુરત: ‘કિસાન સૂર્યોદય યોજના’ના બીજા તબક્કામાં સુરત જિલ્લાના કામરેજ તાલુકાના 9 ગામોમાં યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રાજય પ્રધાન કિશોર કાનાણીએ આ યોજનાનો શનિવારના રોજ શુભારંભ કરાવ્યો હતો.

બીજા તબક્કામાં જિલ્લામાં 11.35 મેગા વોટ વીજ પુરવઠાના વિતરણનું આયોજન

કામરેજ તાલુકાના ભાદા, ખોલવડ, લસકાણા, નવાગામ, વાલક, આખાખોલ, ઘોરણપારડી, નવાગામ, કરજણ ગામોના 1,168 ખેતી વીજ કનેક્શનોમાં દિવસે વીજળી મળતી થશે. દક્ષિણ ગુજરાતમાં આ યોજનાના બીજા તબક્કામાં સુરત જિલ્લાના કુલ 99 જેટલા ગામોના 5,227 ખેતી વિષયક વીજ જોડાણોને 11.35 મેગાવોટ વીજ પુરવઠા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

દિવસે વીજળીની યોજનાથી ખેડૂતોને રાત્રે આરામ મળશે

દાદા ભગવાન મંદિરની પાવન ધરા પરથી ખેડૂતોના કલ્યાણનો દિપ પ્રજવલ્લીત કરતા પ્રધાને જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક 2022માં ડબલ કરવાના આશયથી ખેડૂતો માટે રાજય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. દિવસે વીજળી અને રાત્રે આરામની વિભાવનાને સાકારિત કરવા માટે રાજય સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકી હોવાનું જણાવતા પ્રધાને કહ્યું કે, ખેડૂતોને હવે દિવસે વીજળી મળતા રાતના ઉજાગરા, વન્ય જીવજંતુઓમાં ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે.

220 KVના 9 નવા સબ સ્ટેશનોથી ગુજરાતમાં વીજ માળખું સુદ્રઢ થશે

તેમણે વધુમાં જણાવ્યુ કે, યોજના માટે રાજયમાં 3,500 કરોડના ખર્ચે 66 KVની 3,490 સર્કિટ કિ.મી. જેટલી 234 નવી ટ્રાન્સમીશન લાઈનો તથા 220 KVના 9 જેટલા નવા સબ સ્ટેશનો થકી ગુજરાતમાં વીજ માળખું વધુ સુદ્દઢ કરાશે.

જગતના તાતને દિવસના વીજળી મળવાથી સુરક્ષા મળશે

આ પ્રસંગે કામરેજના ધારાસભ્ય વી.ડી.ઝાલાવાડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. દિવસે વીજળી મળવાથી ખેડૂતોને રાત્રી જંગલી પ્રાણીઓના હુમલાનો ભય નહી રહે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.