સુરત શહેરમાં મકરસંક્રાંતિના 2 દિવસ દરમિયાન અનેક અકસ્માત થયા હતા. આ મામલે 108 ઈમરજન્સી એમ્બુલન્સ સેવાને 190થી વધુ કોલ મળ્યા હતા. તો ઉત્તરાયણમાં કેટલા અકસ્માત થયા તે અંગેની માહિતી જોઈએ આ અહેવાલમાં.
આ પણ વાંચો makar sankranti 2023: વડોદરામાં વધુ એક બાઇકસવાર યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું
186 માર્ગ અકસ્માત થયા ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પતંગ ચગાવતી વખતે ધાબા પરથી નીચે પડી ગયેલા અને રોડ અકસ્માતમાં 190થી વધુ કોલ 108 એમ્બ્યુલન્સને મળ્યા હતા. જ્યારે ઉતરાયણના 2 દિવસમાં 5 લોકો પતંગ ચગાવતા ઉપરથી નીચે પટકાયા હતા. તો આ 2 દિવસમાં દોરીના કારણે ગળા કપાયેલા હોય તેવા સિવિલ હોસ્પિટલમાં 37 જેટલાં દર્દીઓને લાવવામાં આવ્યા હતા. જ્યારે આ દિવસ દરમિયાન કુલ 186 માર્ગ અકસ્માત થયા હતા.
અનેક લોકો ગંભીર રીતે થયા ઈજાગ્રસ્ત આ માર્ગ અકસ્માતમાં અનેક લોકોને ગંભીર ઈજા પણ પહોંચી હતી. ત્યારે કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે.તો સચિન વિસ્તાર માં 14 તારીખે વહેલી સવારે જ માર્ગ અકસ્માત માં એક વ્યક્તિનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. શહેરની સ્વીમેર હોસ્પિટલ માં બે દિવસ દરમિયાન દોરીના કારણે ગળા કપાયેલા એવા કુલ 27 કેસ નોંધવામાં આવ્યા છે.
આ પણ વાંચો Makar Sankranti in Gujarat: મહેસાણામાં ચાઇનીઝ દોરીથી ચાર વર્ષની બાળકીનું મોત
બપોર પછી કોલ વધી ગયા સુરત નવી સિવિલ હોસ્પિટલના RMO ડોક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે, મકરસંક્રાંતિના આ 2 દિવસ સુધી દિવસ દરમિયાન સતત 108 એમ્બ્યુલન્સનો ઘસારો ટ્રોમા સેન્ટર પર રહ્યો હતો. જોકે, 14મીએ વહેલી સવારે વિસ્તારમાં એક વ્યક્તિનું ગળું કપાયું હતું. ત્યારબાદ બપોર પછી તો એક પછી એક કોલ 108 એમ્બ્યુલન્સ ટ્રોમા સેન્ટર ઉપર આવા લાગ્યા હતા. અમારી ટીમ પણ તૈયાર જ હતી. આ વખતે અમે એકની જગ્યાએ 2 ડ્રેસિંગ રૂમ તૈયાર કરવા રહ્યા હતા.
કેટલાક દર્દીઓ જાતે હોસ્પિટલ પહોંચ્યા હતા તેમણે ઉમેર્યું હતું કે, બંને ડ્રેસિંગ રૂમમાં કુલ 20 સ્ટાફને તહેનાત કરવામાં આવ્યા હતા, જેથી દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે. તો સિવિલ હોસ્પિટલમાં કુલ 37 જેટલાં દર્દી એવા હતા, જેમના ગળામાં દોરી આવાથી ગળું ચિરાઈ ગયું હતું. જ્યારે 18 દર્દી એવા હતા, જેમના પગ, નાક અને હાથમાં દોરી આવાથી તેમને ઈજાઓ પહોંચી હતી. એમાં પણ કેટલાક દર્દીઓ તો એવા હતા કે, જેઓ પોતે જાતે જ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.
જીવદયા સંસ્થાઓને કુલ 2 દિવસમાં 780 કોલ મળ્યા આ બે દિવસમાં શહેરમાં અલગ-અલગ સ્થળોએ કુલ 60 પક્ષીઓના મોત થયા હતા. તો જીવદયા સંસ્થાઓને કુલ 2 દિવસમાં 780 કોલ મળ્યા હતા. એમાંથી કેટલાક કોલ એવા હતા કે, જ્યાં પક્ષીઓને ઉતારવા ફાયર વિભાગની પણ મદદ લેવામાં આવી હતી.
કેટલાક પક્ષીઓને તાત્કાલિક સારવાર આપી છોડી મુકાયા આ મામલે જીવદયાપ્રેમીના ટેલી કોલર ધર્મેશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 દિવસમાં એટલે કે, શનિવાર અને રવિવારે કુલ 780 કોલ મળ્યા હતા. જોકે, આ તમામ કોલ બપોરે 12 વાગ્યા પછી જ ચાલુ થઈ ગયા હતા. જ્યારે સૌથી વધુ કોલ શહેરના ભાગળ, ઝાપબાજર, ગોલવાડ, નાનપુરા અને રાંદેર વિસ્તારમાંથી મળ્યા હતા. અહીં કેટલાક પક્ષીઓને સામાન્ય ઈજા હતી. એટલે તેમને સારવાર આપી છોડી દેવામાં આવ્યા હતા અને જે પક્ષીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર હેઠળ મૂકવામાં આવ્યા છે.