- 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
- બાળકના પિતા સાથે કામ કરનારા વ્યક્તિએ જ કર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
- પોલીસે આરોપીની અટકાયત કરી
સુરતઃ જિલ્લાના એક ગામમાં 10 વર્ષમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. બાળક રાડારડ કરતા બાળકના પરિવારે ધાબા ઉપર પહોંચીને જોયું તો પરિવારજનો શોક થઈ ગયા હતા. પરિવાર દ્વારા બાળકને પૂછવામાં આવતા સમગ્ર ઘટમાં સામે આવી હતી. જેથી પરિવાર દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા હવસખોરની અટકાયત કરવામાં આવી છે તેમજ બાળકને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં મોકલીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
![સુરત જિલ્લામાં 10 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11242117_surat.jpg)
આ પણ વાંચોઃ ભરૂચ જિલ્લામાં 6 વર્ષના બાળક સાથે નરાધમે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી હત્યા કરી
આરોપીએ બાળક સાથે 2થી 3 વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું
આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે બાળકને પૂછ્યું તો બાળકે જણાવ્યું કે, મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું છે. મારાં પપ્પા સાથે કામ કરનારા બિપિન મૈથ્યા દ્વારા મારી સાથે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા બિપિનની અટકાયત કરવામાં આવી છે. બાળકે વધુમાં કહ્યું હતું કે, આ પ્રકારનું કૃત્ય મારી સાથે 2થી 3 વખત કરવામાં આવ્યું છે. હુ ગઈ કાલે સૂતો હતો ત્યારે પણ મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું, જોકે, મને દુખાવો થવાથી હું રડવા લાગ્યો હતો જેથી તેઓ ભાગી ગયા હતા.
આ પણ વાંચોઃ વાપીમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર યુવકની ધરપકડ