ETV Bharat / state

ટેકસટાઇલ માર્કેટને મંદીનું ગ્રહણઃ શા માટે સુરતના પાર્સલ થઈ રહ્યા છે રિટર્ન

સુરત કાપડ માર્કેટના(Surat Textile Market ) વેપારીઓ ચિંતાતુર છે. કારણ કે મંદી અને મોંઘવારીના કારણે દરરોજ અન્ય રાજ્યમાં મોકલવામાં આવેલા કાપડના પાર્સલ રિટર્ન થઈ રહ્યા છે. કોલસાને કેમિકલના ભાવમાં વધારો થતા પ્રોસેસિંગ હાઉસની સ્થિતિ પણ કફોડી છે ત્યારે ટ્રેડર્સને પણ હાલ મંદીના કારણે ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.

ટેકસટાઇલ માર્કેટને મંદીનું ગ્રહણઃ સુરતથી મોકલવામાં આવતા પાર્સલ થઈ રહ્યા છે રિટર્ન

author img

By

Published : Jun 22, 2022, 7:17 PM IST

સુરત: આવનાર દિવસોમાં અનેક તહેવારો હોવા છતા સુરત કાપડ માર્કેટના(Surat Textile Market ) વેપારીઓ ચિંતાતુર છે. કારણ કે મંદી અને મોંઘવારીના કારણે દરરોજ અન્ય રાજ્યમાં મોકલવામાં આવેલા કાપડના પાર્સલ રિટર્ન થઈ રહ્યા છે. ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિયેશને (Federation of Textile Traders )જણાવ્યું છે કે દરરોજ એ 10 થી 15 ટ્રક ભરીને પાર્સલ રિટર્ન થઈ રહ્યા છે.

મંદીનું ગ્રહણ

આ પણ વાંચોઃ સુરતનો કાપડ ઉદ્યોગ કાળા પત્થરને કારણે પડી ભાંગશે ?

ટેક્સ્ટાઇલ સાથે સંકળાયેલા વેપારીઓની સ્થિતિ કફોડી - સુરત ટેક્સટાઈલ ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીનો(Depression in Surat textile market)માહોલ છે. લગ્નસરાની સિઝન હોવા છતાં સારી ખરીદી ન હોવાથી ટેક્સ્ટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. બીજી બાજુ વેપારીઓ દ્વારા અન્ય રાજ્યોમાં મોકલવામાં આવેલા કાપડના પાર્સલ પણ ત્યાંના વેપારીઓ પરત મોકલી રહ્યા છે. કોલસાને કેમિકલના ભાવમાં વધારો થતા પ્રોસેસિંગ હાઉસની સ્થિતિ પણ કફોડી છે ત્યારે ટ્રેડર્સને પણ હાલ મંદીના કારણે ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ શા માટે સરકારે બંધ કરી? ટેક્સટાઈલ માટે આશીર્વાદરૂપ ગણાતી ટફની યોજના

20 ટ્રકમાં 3000 જેટલાં પાર્સલો રિટર્ન - ફેડરેશન ઓફ ટેકસટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના ડિરેકટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, અલગ અલગ રાજ્યોમાં સુરતના વેપારીઓ દ્વારા ટેક્સટાઈલ કાપડ મોકલવામાં આવે છે. સુરતમાંથી રોજેની 200થી 300 ટ્રકોમાં માલ મોકલવામાં આવે છે. હાલ માર્કેટમાં મંદી હોવાથીમાંડ માંડ 100 ટ્રક માલ મોકલવામાં આવી રહ્યો છે અને જેમાંથી 20 ટ્રકમાં 3000 જેટલાં પાર્સલો રિટર્ન થઈ રહ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.