ETV Bharat / state

ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ - surat updates

સુરતના અડાજણ વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આભ તૂટી પડયું છે. ઘટના અંગે અડાજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરીક્ષાનું પેપર ખરાબ જતા માનસિક તણાવમાં આવી જઇ આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
author img

By

Published : Jan 31, 2020, 6:18 PM IST

સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેલા પારસ નગર સોસાયટીમાં રહેતા અમિતભાઈ મોઢિયાની આશરે ચૌદ વર્ષીય કિશોરીએ ગળેફાંસો જીવન ટૂંકાવ્યુ હતુ. હીર અમિતભાઈ મોઢિયા અડાજણ સ્થિત સંસ્કાર ભારતી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. બોર્ડની પરીક્ષા પહેલા શાળામાં પ્રિલિમિનરી પરીક્ષા ચાલી રહી હતી, જે દરમિયાન ગુજરાતી ભાષાનું પેપર ખરાબ જતા માનસિક તણાવમાં આવી જઈ વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

માતા ઘરેથી બહાર ઘરવખરીનો સામાન લેવા ગઈ હતી, જે વેળાએ 14 વર્ષીય હીરે ઘરના હોલમાં રહેલા પંખા વડે દુપટ્ટો દઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ. ઘરે પરત ફરેલી માતાએ પુત્રીને પંખા વડે લટકતી જોતા પગ તળેથી જમીન સરકી પડી હતી. ઘટનાની જાણકારી અડાજણ પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ શરૂ કરી હતી. દીકરીના આ અણધાર્યા પગલાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.

Intro:સુરત : અડાજણ વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આભ તૂટી પડયું છે. ઘટના અંગે અડાજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરીક્ષાનું પેપર ખરાબ જતા માનસિક તણાવમાં આવી જઇ આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે..

Body:સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ પારસ નગર સોસાયટીમાં રહેતા અમીતભાઈ મોઢિયા ની આશરે ચૌદ વર્ષીય કિશોરીએ ગળેફાંસો જીવન ટૂંકાવી લીધું છે.હીર અમિતભાઈ મોઢિયા અડાજણ સ્થિત સંસ્કાર ભારતી શાળામાં ધોરણ દસમા અભ્યાસ કરતી હતી.બોર્ડની પરીક્ષા અગાઉ શાળામાં હાલ પ્રિલિમિનરી પરીક્ષા ચાલી રહી હતી..જે દરમિયાન ગુજરાતી ભાષાનું પેપર ખરાબ જતા માનસિક તણાવમાં આવી જઈ વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. માતા ઘરેથી બહાર ઘરવખરી નો સામાન લેવા ગઈ હતી.જે વેળાએ 14 વર્ષીય હીરે ઘરના હોલમાં રહેલા પંખા વડે દુપટ્ટો દઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.. ઘરે પરત ફરેલી માતાએ પુત્રીને પંખા વડે લટકતી જોતા પગ તળેથી જમીન સરકી પડી હતી. ઘટનાની જાણકારી અડાજણ પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ શરૂ કરી હતી... Conclusion:વિદ્યાર્થીના આ અણધાર્યા પગલાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.