સાબરકાંઠાની ઇડર વિધાનસભા બેઠક (Gujarat Assembly Election 2022) માટે કોંગ્રેસ વતી રામભાઈ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. રામભાઈ સોલંકી કોંગ્રેસના છે મહાપ્રધાન. ઈડર વિધાનસભા બેઠક ઉપર ભાજપના પાંચ ટર્મના વિજેતા ઉમેદવાર છે. રમણલાલ વોરા ઈડર વિધાનસભા બેઠક (Idar Assembly seat) પર જીલ્લા સંગઠન સહિત ઉત્તર ગુજરાતની રહેશે નજર. આજે કોંગ્રેસના હજારો સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી હતી.
ઈડરિયાના ખનન મામલે ગુજરાત વિધાનસભા ચૂંટણીની (Gujarat Assembly Election 2022) જાહેરાત થતાની સાથે જ ઈડરમાં આજે કોંગ્રેસના મહાપ્રધાન રામભાઈ સોલંકીએ ઈડર વિધાનસભાના (Idar Assembly seat) ધારાસભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી છે. જોકે હજારો લોકોની રેલી અને સભા બાદ તેમને પ્રાંત કચેરીએ ઉમેદવારી પત્ર આપ્યા બાદ જણાવ્યું હતું કે ઈડરના પ્રજાજનો જો મને વિધાનસભામાં મોકલશે તો ને ઈડરિયાના ખનન મામલે મરતે દમ તક લડી લઈશ. તેમજ તાત્કાલિક ધોરણે ખનન બંધ કરાવીશ. અને પાયારૂપ પ્રશ્નોનું નિરાકરણ લાવીશ.
રસાકસી ભર્યો માહોલ ગુજરાત વિધાનસભાની ઈડર વિધાનસભા બેઠક (Idar Assembly seat) ઉપર આ વખતે રસાકસી ભર્યો માહોલ સર્જાયો છે એક તરફ ઈડર વિધાનસભા બેઠક (Idar Assembly seat) ઉપર છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ છે. સાથોસાથ આ બેઠક ઉપર સતત પાંચ ટર્મ જીતેલા તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને ફરી એકવાર ભાજપ વતી મેદાનમાં ઉતારાયા છે. તો બીજી તરફ સ્થાની ઉમેદવાર તરીકે કોંગ્રેસના મહામંત્રી રામભાઈ સોલંકીને ઉતારવામાં આવ્યા છે. એક તરફ ભાજપ ઈડરિયો ગઢ જાળવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે.
ઉમેદવારને મેદાનમાં તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પહેલીવાર સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતારવામાં આવ્યો છે. ત્યારે આ તબક્કે આજે કોંગ્રેસના મહાપ્રધાન રામભાઈ સોલંકી જણાવ્યું હતું કે આગામી સમયમાં જો ઈડરની જનતા મને પ્રાધાન્ય આપી વિધાનસભામાં મોકલશે. તાત્કાલિક ધોરણે ઇડરિયા ગઢનું ખનન મરતે દમ તક બંધ કરાવીશ તેમજ ખેડૂતો વેપારીઓ સહિત સ્થાનિક રોજગારીને મહત્વ આપીશ.