સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઉમેદગઢ ગામના જયેશ પટેલ દેશોતર ગામની યુવતી સાથે ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ સર્જાયો હતો, જોકે પોતાના પરિવારની દિકરી ગુમ થઈ જતા પરિવારજનો ઉમેદગઢ ગામે આવતા હંગામો સર્જાયો હતો, ત્યારે હંગામાના પગલે ફરાર પ્રેમીના ભાઈ રોનક પટેલ ઘરમાંથી દોટ મૂકી કુવા તરફ ભાગતા શનિવારના રોજ કૂવામાંથી રોનક પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના પગલે રોનક પટેલના પરિવારજનોએ આ મુદ્દે પોલીસ ફરિયાદ નોંધાવી 25 વ્યક્તિઓના નામ નોંધાવતા બંને ગામોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પેદા થઈ છે. જો કે હજુ સુધી મૃતદેહની અગ્નિ સંસ્કાર ન કરવાની જીદના પગલે તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે. હાલમાં મૃતદેહને અગ્નિસંસ્કાર વિના ઘરમાં મુકી વનવાસી પરંપરાની જેમ આરોપીઓની અટક કરવાની પરિવારજનો માગ કરી રહ્યા છે.
જોકે વિવિધ વિવાદોની વચ્ચે મૃતદેહ જેમની તેમ હાલતમાં અગ્નિસંસ્કાર વિના રજળી રહ્યો હોવા છતાં પરિવારજનોની આડોડાઈના પગલે અગ્નિસંસ્કાર કરી શકાયા નથી. તેમજ આગામી સમયમાં આ મુદ્દે હજુ સુધી કોઈ ઠોસ પગલા ન લેવાતા પોલીસ તંત્ર કોઈ ઠોસ પગલાં ઉઠાવે તેવી માગ છે. જોવામાં આવી રહ્યું છે કે, પોલીસ આ મુદ્દે કેટલા અને કેવા પગલા ભરે છે.