ETV Bharat / state

સાબરકાંઠાના પોશીનામાં Corona guideline નો ભંગ, લગ્નપ્રસંગે હજારો લોકો એકઠા દેખાયા - Corona guideline

એકતરફ કોરોના (Corona) મહામારી હજુ પણ જોવા મળી રહી છે, ત્યારે સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં લગ્ન પ્રસંગે સરકારી ગાઇડલાઈનનો ભંગ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકો ડીજેના તાલે નાચતાં જોવા મળી રહ્યાં છે.

સાબરકાંઠાના પોશીનામાં Corona guideline નો ભંગ, લગ્નપ્રસંગે હજારો લોકો એકઠા દેખાયા

author img

By

Published : Jun 14, 2021, 3:30 PM IST

  • સાબરકાંઠાના પોશીના Corona સરકારી ગાઈડલાઈનનો ભંગ
  • લગ્ન પ્રસંગે કેટલાય લોકો નાચતાં ઝૂમતાં જોવા મળ્યાં
  • લગ્નના વરઘોડાનો વીડિયો વાયરલ

સાબરકાંઠાઃ સમગ્ર વિશ્વમાં કરોડો લોકોને સંક્રમિત કરનાર તેમજ લાખો લોકોના મોત માટે જવાબદાર કોરોના (Corona) મહામારી હજુ પણ યથાવત સ્વરૂપે જોવા મળી રહી છે. ત્યારે સરકારી ગાઇડલાઇન (Violation of Corona guideline) મુજબ વિવિધ પ્રતિબંધો વચ્ચે કોરોના જોખમ ઘટાડવા માટે કેટલાય પ્રયાસો થઈ રહ્યાં છે. આવા પ્રયત્નોને તાક પર મૂકી દેતા દ્રશ્ય સાબરકાંઠાના પોશીના નાડા ગામે વરઘોડાનો એક વીડિયો વાયરલ ( Viral Video ) થયો છે તેમાં જોવા મળી રહ્યાં છે. જેમાં કેટલાય લોકો ડીજેના તાલે નાચતાં જોવા મળી રહ્યા છે જે કોરોના સંક્રમણ (Corona Pandemic )માટે ઘાતક બની શકે તેમ છે.

લગ્ન પ્રસંગે સરકારી ગાઇડલાઈનનો ભંગ થતો હોવાનો વીડિયો વાયરલ થયો છે

વનવાસી વિસ્તારમાં કોરોના સંક્રમણ વધવાની સંભાવના

સામાન્ય રીતે વનવાસી વિસ્તારમાં (Corona) સંક્રમણનું જોખમ ખૂબ ઓછું છે. સાથોસાથ રસીકરણ Vaccination મામલે તંત્રની જાગૃત રહ્યું છે ત્યારે પોશીનાના નાડા ગામે લગ્ન પ્રસંગનો એક વીડિયો વાયરલ થયો છે. લગ્ન પ્રસંગે સરકારી ગાઈડલાઈન મુજબ 50 વ્યક્તિઓથી વધુની પરમિશન આપવામાં આવતી નથી ત્યારે નાડા ગામે ખૂબ મોટી સંખ્યામાં લોકો વરઘોડામાં જોડાયા છે. સાથોસાથ ડીજેના તાલે નાચતાં ગાતાં જોવા મળી રહે છે જે કોરોના સંક્રમણ માટે ખૂબ ગંભીર બની શકે તેમ છે. જોકે વરઘોડા મામલે પોશીના પોલીસ મથકે જવાબદાર અધિકારીને પૂછતાં તેઓએ તપાસ ચલાવી રહ્યા હોવાનું જણાવી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં આ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધે તો જવાબદાર કોણ તે યક્ષ પ્રશ્ન છે.

આ પણ વાંચોઃ વિસનગરમાં DSPની હાજરીમાં કોરોના ગાઈડલાઈનનો ભંગ છતાં કોઈ કાર્યવાહી નહીં

વરઘોડા મામલે સ્થાનિક પોલીસ તંત્ર અજાણ

આ મામલે પોશીના પોલીસ તંત્ર હજુ પણ અજાણ હોવાનું જણાવી રહ્યાં છે તેમજ વીડિયો અંગે ( Viral Video ) તપાસ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યું હતું. આગામી સમયમાં કોરોના સંક્રમણ (Corona) વધે તો જવાબદાર કોણ તે યક્ષ પ્રશ્ન બની રહ્યો છે ત્યારે આ મામલે વહીવટીતંત્ર સરકારી ગાઇડ લાઇન ભંગના (Violation of Corona guideline) મામલામાં ચોક્કસ પગલાં ઉઠાવે તે સમયની માગ છે.
આ પણ વાંચોઃ કડોદરા: જાહેરમાં જન્મદિનની ઉજવણી કરી કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા બે વીડિયો થયા વાયરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.