ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક બે ઇંચથી વધુ વરસાદ પડ્યો, જળાશયો પાણીથી છલકાયા - સાબરકાંઠા જિલ્લો

હવામાન વિભાગ દ્વારા ગુજરાતભરમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે સાબરકાંઠા જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે.

rainfall in Sabarkantha district
rainfall in Sabarkantha district
author img

By

Published : Aug 30, 2020, 8:51 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થવાના પગલે જિલ્લાના મોટાભાગના નદીના તેમજ તળાવ વરસાદી પાણીના પગલે છલકાઈ ચૂક્યા છે. તેમજ હજૂ પણ વરસાદ શરૂ હોવાને કારણે આગામી સમયમાં મોટાભાગના જળાશય પૂર્ણ સપાટીએ ભરાઈ જાય તેવી પણ સંભાવના છે.

rainfall in Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક બે ઇંચથી વધુ વરસાદ પડ્યો

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી 3 દિવસ વિરામ લીધા બાદ ફરી એક વખત સાર્વત્રિક અમીવર્ષા શરૂ કરી છે. જેના પગલે જિલ્લામાં સરેરાશ 24 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. તેમજ હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે. મોટા ભાગના નદી-નાળા તેમજ તળાવમાં પાણીની વ્યાપક આવક થઈ રહી છે.

ભારે વરસાદના પગલે સૌથી વધારે ખુશી ખેડૂતોમાં જોવા મળી રહી છે. જો કે, જિલ્લામાં હજૂ સુધી કોઈપણ જળાશય 100 ટકા ભરાયું નથી. ત્યારે હાલમાં શરૂ થયેલા વરસાદના પગલે જગતના તાત ગણાતા કિસાન માટે જાણે કે જળાશયો ફરી વખત પૂર્ણ સપાટીએ આવી તો આગામી સમયમાં ખેતી માટે જરૂરી સિંચાઈનું પાણી મળી શકે છે. આ વરસાદી પાણીને કારણે જળ સ્તર ઉપર આવીશે તેમજ જળસ્તર વધવાને કારણે આગામી સમયમાં ફળદ્રુપ જમીનમાં વધતો જતો ક્ષાર અટકશે. જેના પગલે હાલ વરસી રહેલો વરસાદ સમગ્ર જિલ્લા માટે મહત્વનો સાબિત થશે.

તલોદઃ સાબરકાંઠાના તલોદ તાલુકાના સુરપુર ગામે આજે વહેલી સવારથી જ વરસાદી પાણીના પગલે ગામનું તળાવ ઓવરફ્લો થઇ ગયું છે. છેલ્લા 24 કલાકથી વરસાદ યથાવત રહેતા સુરપુર ગામ સહિત આસપાસના વિસ્તારના નદી-નાળાઓ વરસાદી પાણીથી છલકાઇ ગયા છે.

સાબરકાંઠા: સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહાડોની હારમાળા તરીકે ઓળખાતી અરવલ્લીની હારમાળાઓ હાલમાં સૌંદર્યની પ્રતિકૃતિ બની રહી છે. સતત 3 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે મોટાભાગની શાળાઓમાંથી ઝરમર ઝરણાઓ વહી રહ્યા છે. તો વાદળ જાણે કે, વિરામ કરવા ડુંગરની ટોચ પર આરામ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

સાબરકાંઠા: જિલ્લામાં છેલ્લા 24 કલાકથી થઈ રહેલા અનરાધાર વરસાદના પગલે હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં ત્રણ ઇંચથી વધારે વરસાદના પગલે નદી નાળામાં વિપુલ માત્રામાં પાણીની આવક નોંધાઇ છે, ત્યારે હિંમતનગર નજીક પસાર થતી હાથમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.