સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં સામાન્ય પગારમાં પોતાનું ગુજરાન ચલાવતા જતીન રાવલના પુત્ર કાવ્ય છેલ્લા દસ વર્ષથી Cerebral Palsy બીમારીથી(Cerebral Palsy Disease ) પીડાઈ રહ્યો હતો. તેના માતા-પિતાએ પોતાના પુત્રને બચાવવા માટે પોતાનું મકાન સહિત સોનાના ઘરેણા પણ વેચી પુત્ર કાવ્યને સારવાર માટે પૈસાનો ખર્ચ કરી દીધો હતો. કાવ્યના માતા પિતા છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં કાવ્યને ફિઝીયોથેરાપીની સારવાર(Ahmedabad physiotherapy treatment) માટે વારંવાર અમદાવાદ આવતાજતા હતા.
આ પણ વાંચો: વાંદરાના ખભામાં ગોળી જેવી વસ્તુ મળી આવી, ડોક્ટરોએ કરી સારવાર
ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ માટે સોશિયલ મીડિયામાં ખાસ અભિયાન - કાવ્યને જન્મજાતથી જ Cerebral Palsy બીમારીથી પીડાઈ રહ્યો છે. આ વાતની હિંમતનગમાંના વીર પ્રતાપ ફાઉન્ડેશનના(Veer Pratap Foundation) આગેવાન ભૂગુવેન્દ્રસિંહ કુંપાવતે જાણ થતાં તાત્કાલિક ધોરણે જતીનરાવલના ઘરે મુલાકાત લઇ ખરાઇ કરી હતી. સારવારની હકીકત યોગ્ય લાગતા ફાઉન્ડેશન દ્વારા આર્થિક મદદ માટે સોશિયલ મીડિયામાં ખાસ અભિયાન(Special Campaign in Social Media) ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં સારો એવો પ્રતિસાદ પણ મળ્યો હતો, ત્યારે કાવ્યને ઓપરેશન માટે વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા રૂપિયા 1,50,000નો ચેક આપવામાં આવ્યો હતો. તમામ રીપોર્ટનું બીલ ફાઉન્ડેશન દ્વારા ચુકવવામાં આવ્યું હતું. કાવ્યને ત્રણ મહિના સુધીની સારવારનો તમામ ખર્ચ પણ વીર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવનાર છે.
શું છે Cerebral Palsy બીમારી? - સેરેબ્રલ પાલ્સી (Cerebral palsy) એ વિકૃતિઓનું એક જૂથ છે. જે વ્યક્તિની હલનચલન કરવાની અને સંતુલન અને મુદ્રા જાળવવાની ક્ષમતાને(Ability Maintain Balance and Posture) અસર કરે છે. Cerebral palsy એ બાળપણમાં સૌથી સામાન્ય મોટર ડિસેબિલિટી છે.
Cerebral Palsy બીમારીના લક્ષણો - સેરેબ્રલ પાલ્સીના લક્ષણો વ્યક્તિથી વ્યક્તિમાં મોટા પ્રમાણમાં બદલાઈ શકે છે. સેરેબ્રલ પાલ્સી આખા શરીરને અસર કરી શકે છે, અથવા તે મુખ્યત્વે એક અથવા બે અંગો અથવા શરીરની એક બાજુ સુધી મર્યાદિત હોઈ શકે છે. સામાન્ય રીતે, લક્ષણોમાં હલનચલન અને સંકલન, વાણી અને આહાર, વિકાસ અને અન્ય સમસ્યાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: થેલેસેમિયા ગ્રસ્ત બાળકને વિના ખર્ચે થયું બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ અને મળ્યું જીવતદાન
કુટુંબ દ્વારા ફાઉન્ડેશન ટીમનું સન્માન કરાયું હતું - અમદાવાદ પ્રાઈવેટ હોસ્પિટલમાં કાવ્યનું સરળતા પુર્વક ઓપરેશન બાદ ત્રણ દિવસે આજે કાવ્ય ધરે હિંમતનગર પરત ફરેલો છે. કુટુંબ દ્વારા ફાઉન્ડેશન ટીમનું સન્માન કરવામાં આવ્યુ હતું. વીર પ્રતાપ ફાઉન્ડેશન છેલ્લા ઘણા સમયથી અવાર નવાર અનેક પ્રકારની સેવાઓ સમાજમાં કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલા છે.