- સાબરકાંઠામાં કોરોનાનું સંક્રમણ વધતા 108 બન્યું વ્યસ્ત
- જિલ્લાની મોટાભાગની 108 સિવિલ હોસ્પિટલ આગળ ગોઠવાઇ
- ઈમરજન્સી સેવાને પગલે દર્દીઓની હાલત કફોડી
સાબરકાંઠાઃ જિલ્લામાં પણ હવે કોરોનાના સંક્રમણની વ્યાપક અસર જોવા મળી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં મોટાભાગની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ ચૂકી છે તેમજ ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા માટે સિવિલ હોસ્પિટલ સહિત અન્ય કોવિડ-19 માટેની હોસ્પિટલ્સ પણ ફૂલ થઈ ગઇ છે. ત્યારે શુક્રવારે સવારથી જ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ ખાતે એક સાથે 15થી વધારે એમ્બ્યુલન્સ ગોઠવાઈ હતી. જેમાં દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા. જો કે, કોરોના સંક્રમણ આ જ રીતે વધતો રહેશે, તો વહીવટીતંત્રની આગામી સમયમાં ચોક્કસ પગલા લેવાની જરૂરિયાત ઉભી થશે, તે નક્કી અને નિશ્ચિત બાબત છે.
આ પણ વાંચોઃ જામનગર કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈન લાગી, દર્દીઓને એમ્બ્યુલન્સમાં જ આપાઇ સારવાર
ઇમરજન્સી સેવા માટે 108માં પણ વેઇટિંગ
સમગ્ર વિશ્વ સહિત ગુજરાત અને સાબરકાંઠામાં પણ કોરોનાનો કહેર દિનપ્રતિદિન વધતો રહ્યો છે. ત્યારે ઈમરજન્સી સેવા માટે 108માં પણ હવે રાહ જોવી પડે છે. શુક્રવારે સવારે સિવિલ હોસ્પિટલ હિંમતનગર ખાતે એક સાથે 15થી વધારે 108 ગોઠવાઈ જતા, અન્ય દર્દીઓ માટે ભારે મૂંઝવણ ભર્યો માહોલ સર્જાયો હતો. જો કે, કોરોના પોઝિટિવ મામલે આગામી સમયમાં ચોક્કસ નિર્ણય નહીં લેવાય, તો હજુ સ્થિતિ વણસી શકે તેમ છે.
આ પણ વાંચોઃ જામનગરમાં કોરોના બેકાબૂ, કોવિડ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાગી લાંબી કતારો
સિવિલ હોસ્પિટલ ના જવાબદારોનું મૌન
કોરોનાના સંક્રમણને પગલે હજારો લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે શુક્રવારે સવારે એક સાથે 15 જેટલી એમ્બ્યુલન્સે કોરોના દર્દીઓને સારવાર આપવા માટે લાઈન લગાવી હતી. ત્યારે આ મામલે પૂછતા મોટાભાગના જવાબદાર ડોક્ટરોએ જવાબ આપ્યો નહિ અને જિલ્લા અધિકારીએ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આગામી સમયમાં સંક્રમણને રોકવા માટે ચોક્કસ નક્કર પગલાં નહીં લેવાય, તો જિલ્લાની સ્થિતિ હજી પણ વધુ ગંભીર બની શકે તેમ છે. જો કે, કોરોનાને પગલે આગામી સમયમાં વહીવટીતંત્ર નક્કર પગલાં લેવામાં નિષ્ફળ રહી તો જિલ્લાના પ્રજાજનોને પણ વ્યાપક પ્રમાણમાં ભોગવવાનું આવે તો નવાઈ નહીં.