- સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ચોકડી પાસે અકસ્માત સર્જાયો
- ત્રિપલ અકસ્માતના પગલે આગ લાગતા 1નું મોત 4 ગંભીર
- ત્રણ કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો
સાબરકાંઠાઃ જિલ્લાના પ્રાંતિજ પાસે ત્રિપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં CNG ભરેલી કારમાં બ્લાસ્ટ થતા 1નું મોત થયું હતુ. તેમજ અન્ય 4 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. જોકે હાલમાં ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. તેમ જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. સાબરકાંઠાના પ્રાંતિજ નજીક મજરા ચોકડી પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેના પગલે આગ લાગતાં એક મહિલાનું કારમાં જ મોત થયું છે. તેમ જ અન્ય 4 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે. જે તમામને સારવાર માટે ખસેડાયા છે તેમજ ફાયર ફાઇટર દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો છે.
સાબરકાંઠા નેશનલ હાઈવે નંબર 8 નજીક સર્જાયો અકસ્માત
સાબરકાંઠા નેશનલ હાઈવે નંબર 8 પર અકસ્માતોની પરંપરા યથાવત રહી છે. ત્રિપલ અકસ્માત સર્જાતા વાહનોમાં આગ લાગતાં એક મહિલાનું ઘટના સ્થળે મોત થયું છે. તેમજ અન્ય 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે, CNG ભરેલી કાર દાસ કરેલા ટેમ્પા સાથે અથડાતાં આગ લાગી હતી. તેવું સ્થાનિકોનું માનવું છે સાથો સાથ ઘાસ ભરેલા ટેમ્પામાં આગ લાગતાં ત્રણ વાહનોમાં પણ આગ ફેલાઈ હતી. જેના પગલે એક મહિલાનું મોત અને 4 લોકોને સારવાર માટે પ્રાંતિજ હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે નેશનલ હાઇવે નંબર 8 પર અકસ્માત સર્જાતા ત્રણ કિલોમીટર વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો. તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરીયો હતો જો કે ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ત્રણ કિલોમીટર ટ્રાફિકજામ સર્જાયો
સાબરકાંઠાના પ્રાંતિજ મજરા ચોકડી પર અકસ્માતના પગલે નેશનલ હાઇવે નંબર 8 પર બંને બાજુ ત્રણ કિલોમીટરથી વધારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો 6 તેમજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવાની તજવીજ હાથ ધરી છે. જો કે આ ચોક્કસ ક્યા કારણસર લાગી કે હજુ જાણી શકાયું નથી જો કે દિન પ્રતિદિન નેશનલ હાઇવે નંબર 8 પર થઈ રહેલા વિચિત્ર અકસ્માતના પગલે ટ્રાફિક વિભાગ સહિત સ્થાનિક વહીવટીતંત્ર અને ક્યાંક જાગવાની જરૂરિયાત હોય તેવું જણાઈ રહ્યું છે, ત્યારે આ મામલે આગામી સમયમાં કેટલા નક્કર પગલાં લેવાય છે તે જોવું રહ્યું.