સાબરકાંઠા: જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના ખેડાસણ ગામનું(Khedasan village of Vijaynagar taluka) ભવાની મિશન મંગલમ સખી મંડળ(Bhavani Mission Mangalam Sakhi Mandal) એટલે મહિલા સશક્તિકરણનું(Example of Women Empowerment ) ઉદાહરણ. અંતરિયાળ આદિજાતિ મહિલાઓને કૌશલ્યની તાલીમ(Skill training for tribal women) આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં આવી છે. વાંસની વૈવિધ્યસભર વસ્તુઓથી આદિજાતિ બહેનોની કલા ઉજાગર થઈ છે.
આ પણ વાંચો: Women Empowerment in Tapi : કોની મદદથી આ ગામની 15થી વધુ મહિલાઓ બની રહી છે આત્મનિર્ભર?
દિવ્યાંગ ધૂળીબહેન ધોરણ 11 પાસ છે - આ મંડળના પ્રમુખ ધૂળીબહેન જણાવે છે કે, તેઓ પોતે દિવ્યાંગ છે જેથી અન્ય મહિલાઓની જેમ ખેત મજૂરી કરી શકે તેમ નથી. મહેનત વિના કોઇની દયા ઉપર જીવવા તેઓ તૈયાર નથી. અંતરિયાળ વિસ્તારમાં મોટા ભાગની મહિલાઓ ઘર કામ અને ખેત મજૂરી જ કરે છે. તેમની શારિરીક મર્યાદાના સાથે પગભર બનવું એ વિચારી લીધુ અને અન્ય લોકોને પણ મદદરૂપ થવા માંગતા હોઇ તેમણે મિશન મંગલમના સ્થાનિક કર્મચારીને(Local staff of Mission Mangalam) મળી વિગત મેળવી બહેનોનુ મંડળ બનાવી તાલીમ(Training Tribal Women) લીધી હતી. દિવ્યાંગ ધૂળીબહેન ધોરણ 11 પાસ છે છતાં તેઓ વાંસની વસ્તુઓ બનાવી મહિને 5થી 6 હજાર રૂપિયાની કમાણી આસાનીથી કરી લે છે.
આ સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવી - આજના જમાનામાં મહિલાઓ ફક્ત ઘર કામમાં જ નહી પરંતુ ઘરની બહાર નીકળી પૈસા કમાતા પણ જાણે છે. ગુજરાત સરકાર હર હંમેશા મહિલાઓની સુરક્ષા, સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં અડીખમ છે. આ સરકાર મહિલાઓને આત્મનિર્ભર બનાવી તેમને આગળ વધારવા માટે આવા અનેક મેળાઓનુ આયોજન કરે છે. જેથી મહિલાઓ અને સખી મંડળો દ્વારા નિર્મિત સામાનને યોગ્ય ભાવ મળે બજાર મળે અને લોકોને સારી વસ્તુઓ મળે. આજે વિજયનગરના છેવાડાના વિસ્તારમાંથી નીકળી અમે અમદાવાદ, પાટણ અને અનેક નગરોમાં આવા મેળામાં ભાગ લઈ શક્યા છીએ. ગુજરાત સરકારે છેલ્લા 20 વર્ષમાં અનેક ઉપલબ્ધિઓ મેળવી છે. આ વિકાસયાત્રામાં અમે પણ જોડાઈ શક્યા છીએ.
સખી મંડળે સરકારનો આ તક બદલ આભાર માન્યો - આદિજાતિ વિસ્તારમાં મળતી વસ્તુઓ જેવી કે વાંસ, ખજૂરીના પાન વગેરેથી છાબળી, શોપીસ, કિ સ્ટેન્ડ, નાઈટ લેમ્પ, નાના ટેબલ જેવી ઘર સજાવટની વસ્તુઓ બનાવી મહિલાઓએ પોતાના પરિવારને આર્થિક સક્ષમ બનાવવાનો નિર્ણય કર્યો. આ નિર્ણયને સફળ બનાવવામાં ગુજરાત સરકાર મદદરૂપ થઈ છે. આપણી સરકારે તેમને પ્રોત્સાહન આપ્યું અને શરૂ થયુ ભવાની સખી મંડળ. આ સખી મંડળમાં 10 બહેનો કામ કરે છે તેમણે સરકારનો આ તક બદલ આભાર પણ માન્યો.