ETV Bharat / state

ઈડરિયા ગઢના કુંડમાં ગંદકીને કારણે હજારો માછલીઓના મોત - enviornment

સાબરકાંઠાઃ જિલ્લામાં તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ રવિવારે સવારે ઈડરિયા ગઢની તળેટીમાં 1000થી વધુ માછલીઓના મોત થયા હતા.

સાબરકાંઠામાં ગંદકીને કારણે હજારો માછલીઓના મોત
author img

By

Published : Jun 9, 2019, 11:13 PM IST

ઈડરિયા ગઢની તળેટીમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પાસે આવેલા કુંડમાં અનેક માછલીઓને મોત થયા છે. આ પવિત્ર કુંડમાં આજે કચરો, પ્લાસ્ટિકની થેલીઓ સહીતની ગંદકી ખદબદી રહી છે જેના કારણે અહીં ઓક્સિજનની માત્રા ઘટી ગઈ અને હજારો માછલીઓ મોતને ભેટી હોય તેવી આશંકા સેવાઇ રહી છે.

ઈડરિયા ગઢના કુંડમાં ગંદકીને કારણે હજારો માછલીઓના મોત

ઈડરિયા ગઢની તળેટીમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પાસે આવેલા કુંડમાં અનેક માછલીઓને મોત થયા છે. આ પવિત્ર કુંડમાં આજે કચરો, પ્લાસ્ટિકની થેલીઓ સહીતની ગંદકી ખદબદી રહી છે જેના કારણે અહીં ઓક્સિજનની માત્રા ઘટી ગઈ અને હજારો માછલીઓ મોતને ભેટી હોય તેવી આશંકા સેવાઇ રહી છે.

ઈડરિયા ગઢના કુંડમાં ગંદકીને કારણે હજારો માછલીઓના મોત
 
R_GJ_SBR_02_9 Jun_Mot_Avbb_Hasmukh


વિશ્વ પર્યાવરણ દિનની એક દિવસની ઉજવણી....અને બાદમાં હતા એમના એમનાં એમ... હા....સાબરકાંઠા જીલ્લામાં તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિનની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી...અને આજે સવારે એ જ ઈડરિયા ગઢની તળેટીમાં ૧૦૦૦ થી વધુ માછલીઓ મોતને ભેટી....


પ્રદુષિત પાણીમાં અસંખ્ય માછલીઓ મોતને ભેટી....હા, એક તરફ પર્યાવરણનાં જતનની ચિંતા અને બીજા બાજુ ધાર્મિક ઉત્સવોના નામે એ જ પર્યાવરણની ઘોર ખોદવાની કામગીરી.... આ છે ઈડરિયા ગઢની તળેટીમાં આવેલું મહાકાલેશ્વર મંદિર...મંદિરની પાસે આવેલા કુંડમાં જ્યાં સંતો પાણી પર બેસી તપશ્ચર્યા કરતા એ જ પવિત્ર કુંડમાં લોકો ગણેશ વિસર્જન કરવા માંડ્યા છે..અનેકો વાર આ બંધ કરાવવા માટે મહંતે રજુઆતો કરી..પણ કોઈ જ પરિણામ નાં મળ્યું...મળ્યું તો માત્ર માછલીઓને મોત...


બાઈટ - ગીરી મહારાજ, મહંત

મંદિરના પવિત્ર કુંડમાં લોકો મૂર્તિ વિસર્જન તો કરે છે પણ હવે તો કચરાના ઢગ પણ ખડકવા માંડ્યા છે...એક સમયના પવિત્ર કુંડમાં આજે કચરો, પ્લાસ્ટિકની થેલીઓ સહીતની ગંદકી ખદબદી રહી છે.....અને એના કારણે જ અહી ઓક્સિજનની માત્રા ઘટી ગઈ છે..જેને લીધે હજારો માછલીઓ મોતને ભેટી..

બાઈટ - હિરેન પંચાલ, પ્રકૃતિ પ્રેમી, ઇડર

ગુજરાતીઓ આરંભે શુરા...વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં એક દિવસ માટે પર્યાવરણ પ્રત્યે પ્રેમનું સ્મશાન વૈરાગ્ય આવી ગયું...અને બીજા દિવસથી જ હતા એમના એમ...ખરેખર તો આ માછલીઓના મોત માટે જો કોઈ જવાબદાર હોય તો તે છીએ આપને જ....આપને એક દિવસ માટે નહિ પણ કાયમ માટે પર્યાવરણની ચિંતા કરવાની જરૂર છે...




ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.