આ પહેલા પણ ગ્રામજનોએ શાળાને તાળા બંધી કરી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાના શિક્ષકોની બદલી કરી હતી, પરંતુ તાજેતરમાં યોજાયેલા શિક્ષકના બદલી કેમ્પમાં નિયમોનુસાર શિક્ષકોને મુળ જગ્યાએ બદલી કરવામાં આવી હતી. આ નિર્ણયનો વિરોધ કરતા ગ્રામજનોએ ફરી વખત શાળાને તાળાબંધી કરી હતી.
તાળાબંધી બાદ શિક્ષણ અધિકારીએ ગામમાં આવી ગ્રામજનોને સમજાવટ બાદ સમગ્ર શાળામાં રાબેતા મુજબ શિક્ષણ કાર્ય હાથ ધર્યુ છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ ખાતાકીય તપાસ કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવાની ગ્રામજનોને ખાતરી આપી છે.