ETV Bharat / state

એવું એક રહસ્યમય ઝરણું, કે છપ્પનીયો દુકાળ આવશે તો પણ પાણી રહેશે વહેતું - વહીવટીતંત્ર દ્વારા પગલાં

ઇડરની ધોમધખતી ગરમીમાં ડુંગરોની 42 કરતા વધારે ડિગ્રી તાપમાનમાં(Idar Mountain Temperature ) એક અનોખી ગુપ્તગંગા અવિરત વહી રહી છે. આ ઝરણું અવિરત વહેતું રહે છે. છપ્પનિયા દુકાળમાં પણ લોકોને હાશકારો આપેલો છે. સ્થાનિકો માટે એક આશીર્વાદરૂપ ઝરણું(Water Secret Spring) છે.

Water Secret Stream: આ રહસ્યમય ઝરણું ક્યાંથી ઉદ્ભવે છે અને ક્યાં અલોપ થઈ જાય છે?

author img

By

Published : May 7, 2022, 5:44 PM IST

સાબરકાંઠા: સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો દિન-પ્રતિદિન વધવાના પગલે મોટા ભાગનાં જળાશયો સુકાઈ(Gujarat Reservoirs dried up) ગયા છે ત્યારે સાબરકાંઠાના ઇડરમાં આવેલું ઝરણેશ્વર મહાદેવ(Zarneshwar Mahadev in Idar Sabarkantha) પાસેનું ઝરણું છપ્પનિયા દુકાળથી આજદિન સુધી યથાવત રહેતા સ્થાનિકો માટે પણ અચરજ બની ચૂક્યું છે. સાબરકાંઠાની આગવી ઓળખ બની ચૂકેલી ઈડરિયો ગઢ(Idrio Garh prominent identity Sabarkantha) કેટલીએ અજાયબીઓને પોતાની તળેટીમાં સમાવીને બેઠો છે. છપ્પનિયા દુકાળથી પણ પ્રાચીન ગણાતા ઝરણેશ્વર મહાદેવ પર પ્રગટ થતું ઝરણું 45 ડિગ્રી ગરમીમાં પણ યથાવત રહેવા પામ્યું છે.

આ પણ વાંચો: સમતામૂર્તિએ વિશ્વની આઠમી અજાયબી છે : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ

આ ગુપ્ત ગંગા બારેમાસ ક્યાંથી આવે છે - જ્યારે સ્થાનિકોનું માનીએ તો ઈડરિયા ગઢના અસ્તિત્વ સમયથી ઝરણેશ્વર મહાદેવ મંદિરમાં(Zarneshwar Mahadev Temple) આ ઝરણુ અવિરત વહી રહ્યું છે. જોકે સૌથી મોટું અચરજ એ છે કે આજદિન સુધી આ પાણી ક્યાંથી આવે છે તે શોધી શકાયું નથી. આ સાથે મંદિરમાં જ આ ઝરણું અદ્રશ્ય થઇ જાય છે. સ્થાનિકોના મતે ભગવાન શિવના દરેક સ્થાનક પર્વત ગુફા અને પાણી અચૂક મળી રહે છે. એ જ રીતે ઇડરમાં પણ આ જ સ્થિતિ યથાવત રહેલી જોવા મળી છે.

દરેક દર્શનાર્થી દુઃખ દર્દ ભૂલી પ્રગટ ગંગાનો અનુભવ કરે છે - ઝરણેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી નિયમિત દર્શનાર્થી આવતાં લોકોનું માનીએ તો વરસાદી સિઝનમાં આ ઝરણાનું પાણી ખૂબ મોટા પ્રમાણમાં બહાર આવે છે. તેમજ બાજુમાં જ પાણી અદ્રશ્ય થઇ જાય છે. આ સાથે સ્થાનિક પુજારીનું કેહવુમ એમ છે કે પ્રગટ ગંગા છે જે પાતાળમાંથી પ્રવેશે છે. જે ફરી પાતાળમાં અદ્રશ્ય થઇ જાય છે. ઝરણેશ્વર મહાદેવ મંદિરમાં પ્રગટ ગંગાના પગલે આલ્હાદક અનુભૂતિ થાય છે, તેમજ દરેક વ્યક્તિ પોતાના તમામ દુઃખ દર્દ ભૂલી પ્રગટ ગંગાનો અનુભવ કરે છે. મોટાભાગના લોકો તેમજ દર્શનાર્થીઓ અચૂક ઝરણેશ્વર મંદિરની મુલાકાત લે છે. પ્રગટ ગંગાના પ્રવાહથી અનોખી તૃપ્તિ અનુભવે છે.

એક એવું ઝરણું કે જે છપ્પનિયા દુકાળ થી આજદિન સુધી યથાવત

આ પણ વાંચો: સાબરકાંઠાના ઇડરના કમાલપુર ગામે ઔષધિય ઉકાળાથી કોરોનાને હરાવ્યો

ઈડરિયો ગઢ બિન પ્રતિદિન ખતમ થઈ રહ્યો છે - પ્રાચીન વર્ષોની વિસરાતી વિરાસત સમાન ઈડરિયો ગઢ બિન પ્રતિદિન તૂટી રહ્યો છે ત્યારે ઝરણેશ્વર મહાદેવ મંદિર સહિત કેટલીય વિરાસત આગામી સમયમાં નાશ થાય તો નવાઈ નહીં. જો કે વહીવટી તંત્ર દ્વારા આ મામલે આગામી સમયમાં પ્રવાસન સ્થળ સહિત વિશેષ પ્રયાસ હાથ ધરાય તો સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભારે પ્રસિદ્ધિ મેળવી શકે તેમ છે ત્યારે જોવું રહે છે કે આ મામલે વહીવટીતંત્ર દ્વારા આગામી સમયમાં કેટલા અને કેવા પગલાં(Measures taken by the administration) લેવાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.