હિંમતનગર શહેર પોલીસે કંઇક આવુ જ સરાહનીય કામ એક નવજાત અજાણ્યા બાળકની સારવાર માટે કરી રહી છે. પરંતુ તેની કાળજી લેવાની જવાબદારી તેના માતા-પિતા નહીં પણ ખાખી વર્દીધારી પોલીસ કર્મી કરી રહ્યા છે.
હિંમતનગર શહેરના B ડીવીઝન પોલીસને એક ફરીયાદ આવી કે, એક બાળકને હોસ્પિટલમાં જ જન્મ આપીને તેની માતા ત્યજીને જતા રહ્યા છે. પોલીસ તપાસ માટે ફરીયાદ આગળ સાંભળેએ પહેલા જ PSI પ્રતિપાલસિંહ ગોહિલ અને સ્ટાફના ધ્યાને આવ્યું કે, બાળકની સ્થિતિ અત્યંત નાજુક છે .અને તેને વિશેષ પ્રકારની સારવારની જરુર છે.
કુદરતે અજાણ્યા બાળકને જીવન જીવવા માટે આપેલી પરીક્ષા પણ પોતાની જ હોવાનું માનીને સર્જરી કરવાની તમામ જવાબદારી પણ B ડીવીઝન પોલીસે ઉપાડી લીધી અને બાળકના માતા પિતા તરીકેની તમામ જવાબદારી પોતે જ સ્વીકારી લઇ વાલી તરીકેની ઓળખ પણ હોસ્પિટલમાં પોલીસે કર્મીએ પોતાની જ દર્શાવી દીધી છે. બાળકને સારવાર આપી રહેલા બાળરોગ નિષ્ણાત ડૉ.હિંમાંશુ પટેલે જણાવ્યું કે, બાળકને તેની માતા પિતા ત્યજી ને જતા રહ્યા છે.