હિમતનગર: સાબરકાંઠાના વિજયનગરના કણાદર ગામે મહુડા લેવા ગયેલા મહિલા પર દીપડાનો હુમલો થતાં મહિલાનું મોત થયું છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો છે. જોકે પોલીસ તેમજ વનવિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં ઘટનાસ્થળે પહોંચી દીપડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વિજયનગરના કણાદર ગામે સ્થાનિક વિસ્તારમાં મહુડા લેવા ગયેલા મહિલા પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે મહિલા તેની પકડમાંથી પણ ભાગી શકી નહી અને મહિલા દિપડાનો શિકાર બની. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. જોકે પોલીસ તેમજ વનવિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં ઘટનાસ્થળે પહોંચી દીપડાને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
કનાદર ગામે દીપડાએ મહિલાને જંગલમાં 300 મીટર દૂર ખેંચીને લઈ ગયો હતો. જ્યાંથી મહિલાનો મૃતદેહ મળી આવતા પોલીસ તેમજ વનવિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. આ સાથે દીપડાને ઝડપી લેવા પણ ચક્રો ગતિમાન કર્યા છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં દીપડાનો ત્રાસ યથાવત હોવા છતાં વનવિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે ઠોસ પગલા લેવાયા હોત તો આજે બનેલી કરુણાંતિકાને અટકાવી શકાય હોત.