ETV Bharat / state

લોકડાઉનના પગલે વાતાવરણમાં થયો સુધારો, ઈડરિયો ગઢ હવે દૂરથી પણ દેખાય છે સુંદર - ઈડરિયો ગઢ હવે દૂરથી પણ દેખાય છે સુંદર

લોકડાઉનના પગલે સમગ્ર ભારતમાં ધંધા-ઉદ્યોગ અને રોજગારમાં ભારે ફટકો પડયો છે. ત્યારે વાતાવરણમાં જબરજસ્ત સુધારો થયો છે. જેના પગલે ઈડરિયો ગઢ હવે દૂરથી પણ રમણીય દેખાય છે, જે પહેલા દૂરથી જોવો અશક્ય હતો.

લોકડાઉન
લોકડાઉન
author img

By

Published : Apr 23, 2020, 9:17 AM IST

સાબરકાંઠા : કોરોના વાઇરસને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. જેના પગલે વાતાવરણમાં ખૂબ મોટો સુધારો થયો છે પ્રદૂષણના પગલે પહેલા સુંદર અને રમણીય ગણાતી જગ્યાઓ દૂરથી જોઈ શકાતી ન હતી જોકે હવે પ્રદૂષણમાં ઘટાડો થવાના પગલે અજેય ગણાતો ઈડરિયો ગઢ હવે દૂરથી પણ જોઈ શકાય છે.

લોકડાઉનના પગલે વાતાવરણમાં થયો સુધારો, ઈડરિયો ગઢ હવે દૂરથી પણ દેખાય છે સુંદર

16મી સદીના શ્રેષ્ઠ કલા સ્થાપત્ય અને અંગ્રેજો સામે પણ હાર ન માનનાર આ ઇડરગઢની અપ્રિતમ સુંદરતા ભારતભરમાં પ્રખ્યાત છે. સાથો સાથ મહારાણા પ્રતાપના જીવન સાથે જોડાયેલ ઈડરિયા ગઢની મુલાકાત લેવી એ હર કોઈ વ્યક્તિની ઝંખના રહેતી હોય છે. જો કે, પહેલા નજીક ગયા વિના ઇડરગઢની જોઈ શકાતો ન હતો. ઈડર ગઢ તેમજ તેની આસપાસના વિસ્તારમાં પ્રદૂષણના પગલી તેની સુંદરતા નજર સમક્ષ આવતી ન હતી. જો કે, હાલમાં 40 દિવસથી વધારેના લોકડાઉનના પગલે પ્રદૂષણમાં ખૂબ મોટો ઘટાડો આવ્યો છે. જેના પગલે દૂરથી પણ ઈડરગઢને જોઈ શકાય છે.

લોકડાઉનના પગલે મોટાભાગની તમામ મિલો ઇન્ડસ્ટ્રીઝ તેમજ ફેક્ટરીઓ અને કંપનીઓ બંધ છે. જેના પગલે આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. જો કે, પ્રદૂષણની બાબતમાં લોકડાઉન ખૂબ ઉપયોગી સાબિત થયું છે

હાલમાં લોકડાઉનના પગલે ખનન માફિયાઓ પણ પોતાની લીઝો બંધ કરી છે. ત્યારે ઈડર ગઢ ઉપર દિન-પ્રતિદિન વધી રહેલા પ્રદૂષણનાં પણ ઘટાડો થયો છે. આ સાથે ઇડર શહેરની આસપાસ આવેલી સિમેન્ટની ફેક્ટરી બંધ હોવાના પગલે પ્રદૂષણ ઘટ્યું છે. જેની સીધી અસર હવે ઉપર જોઇ શકાય છે. આજની તારીખે ઈડર ગઢથી દુર હોવા છતાં તેની પ્રથમ સુંદરતા સરળતાથી માણી શકાય છે. જો કે, આગામી સમયમાં સ્થાનિક લોકોએ પણ આ મામલે જાગૃત થવાની જરૂરિયાત છે.

જો કે, ઈડર ગઢની અપ્રિતમ સુંદરતાની સાથોસાથ હાલમાં ઊભા થયેલા અસ્તિત્વના ખતરા સામે આગામી સમયમાં સ્થાનિક અગ્રણીઓ સહિત રાજ્ય સરકાર ઠોસ પગલાં નહીં ઉઠાવે તો 16મી સદીની શ્રેષ્ઠ કલા સ્થાપત્યનું ઉદાહરણ ગણાતો ઈડર ગઢ નામશેષ થઈ શકે તેમ છે. ત્યારે આ મામલે રાજ્ય સરકાર ગંભીર બને તે જરૂરી છે. જો કે, આવું ક્યારે બનશે એ તો આગામી સમય જ બતાવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.