ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરમાં વરરાજાએ જાનૈયા સાથે કર્યુ મતદાન - ગુજરાત

સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનની શરૂઆત થઇ છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં એક વરરાજાએ જાનૈયાઓ સાથે મતદાન કરી મતદાનની ફરજ પૂરી કરીને તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

Sabarkantha
Sabarkantha
author img

By

Published : Feb 28, 2021, 1:27 PM IST

  • સાબરકાંઠામાં વરરાજાએ મતદાનની મુહિમ બિરદાવી
  • હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં જાન પ્રસ્થાન પહેલા કર્યું મતદાન
  • સો ટકા મતદાન કરવા મતદારોને અપીલ
  • સ્થાનિક મતદારોમાં પણ અનેરો ઉત્સાહ

સાબરકાંઠા: સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં આજથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનની શરૂઆત થઈ છે. જેમાં સવારથી જ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. જોકે સૌથી મહત્વની બાબત એ છે કે, આજની તારીખે સૌથી પહેલા મતદાન કરવા નિયુક્તિને હિંમતનગરના વોર્ડ નંબર 7ના એક યુવકે સાર્થક કરી છે. જેમાં આજે જાન પ્રસ્થાન કરતા પહેલાં તેને જાનૈયાઓ સાથે મતદાન કરીને એક નવો ચીલો ચીતર્યો છે અને સાથે જ તમામ મતદારોને સો ટકા મતદાન કરવાની અપીલ કરી છે.

વરરાજા
વરરાજા

લગ્નગ્રંથિથી જોડાતા પહેલા પૂરી કરી મતદાનની ફરજ

હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના એક યુવકના આજે લગ્ન છે. જેમાં હિંમતનગરથી મોડાસા તેની જાન જવાની છે. જોકે શોએબ મોહમ્મદ નામના યુવકે આજે લગ્નગ્રંથિથી જોડાતા પહેલા હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં જાનૈયાઓ સાથે મતદાન કર્યું હતું. જેના પગલે સ્થાનિક મતદારોમાં પણ અનેરો ઉત્સાહ સર્જાયો હતો. સામાન્ય રીતે લગ્ન તેમજ મરણના પ્રસંગે મોટાભાગે મતદારો મતદાનથી દૂર રહેતા હોય છે, તેવા સમયે વરરાજાએ મતદારોને મતદાન કરવા માટે વિશેષ આગ્રહ કર્યો છે અને સાથે જ મતદાનએ પોતાનો હક તેમજ ફરજ હોવાની વાત કરીને તમામ મતદારોએ સૌથી પહેલા મતદાન કરવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં વરરાજાએ જાનૈયા સાથે કર્યુ મતદાન

વોર્ડ નંબર 7માં સૌથી વધુ મતદાન થવાની શક્યતા

હિંમતનગરથી મોડાસા જતા પહેલા જાનૈયાઓ સાથે સ્કૂલમાં આવી મતદાન કર્યા પછી આસપાસના રહીશો સહિત વહિવટી તંત્રએ પણ આ મામલે જાગૃતતા સતર્કતા તેમજ સહયોગની લાગણી વ્યક્ત કરી હતી. જેથી લાંબી લાઈન હોવા છતાં વરરાજાને તાત્કાલિક મતદાન કરાવાયું હતું, ત્યારે હિંમતનગરના આ વોર્ડમાં કદાચ સૌથી વધારે મતદાન થાય તો નવાઈ નહીં. જોકે વરરાજાએ કરેલી અપીલ ગુજરાતના તમામ પ્રજાજનો માટે છે, ત્યારે જોવું એ રહે છે કે આ વખતે સ્થાનિક સ્વરાજમાં કેટલું મતદાન વધી શકે છે.

સૌથી પહેલા મતદાન

સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7ના મતદારે આજે લગ્ન પહેલા જાનૈયાઓ સાથે મતદાન કરીને એક નવો ચીલો ચિત્ર સામાન્ય રીતે ખુશી તેમજ દુઃખના પ્રસંગે લોકો મતદાનથી દૂર રહેતા હોય છે, ત્યારે આ યુવકે જાન પ્રસ્થાન પહેલા મતદાન કરી સ્થાનિક મતદારોને મતદાન કરવા અપીલ કરી છે.

હિંમતનગરથી મોડાસા જશે જાન

હિંમતનગર નગરપાલિકાના વોર્ડ નંબર 7માં રહેતા શોએબ મોહમ્મદ નામના યુવકની આજે હિંમતનગરથી મોડાસા જાન પ્રસ્થાન થવાની છે. જોકે જાન જતા પહેલા તમામ જાનૈયાઓએ હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મતદાન મથકો પરથી મતદાન કરી સ્થાનિક મતદારોને મતદાન કરવા અપીલ કરી છે. જોકે આગામી સમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં કેટલું મતદાન વધે છે એ પણ મહત્ત્વનું બની રહેશે.

હિંમતનગરમાં વરરાજાએ કર્યુ મતદાન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.