- સાબરકાંઠાના ઈડર થી સૂર્યોદય યોજનાની શરૂઆત
- 18 ગામડાઓના 2000થી વધારે ખેડૂતોને મળશે લાભ
- બે વર્ષમાં 90,000થી વધારે ખેડૂતો સુધી પહોંચાડશે
સાબરકાંઠા : ઈડર થી આજે સ્થાનિક સાંસદ દિપસિંહ રાઠોડ સહિત સ્થાનિક ધારાસભ્ય હિતુ કનોડિયાના અધ્યક્ષ સ્થાને સૂર્યોદય યોજનાની શરૂઆત થઈ છે. જે અંતર્ગત ઇડર તાલુકાના 18 ગામડાઓને સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી મળતી થશે. જેનાથી 2000થી વધારે કૃષિ વીજ કનેક્શનો ધરાવનારા ખેડૂતોને સીધો લાભ મળી શકશે. તેમજ રાત્રિ દરમિયાન ખેતરમાં પાણી માટે જવાની પારાયણ માંથી છુટકારો મળશે.
ખેડૂતોને રાત્રિના સમયે ભોગવવી પડતી આ તકલીફમાંથી છુટકારો
રાત્રિ દરમિયાન ખેતરમાં રહેવાના પગલે ઝેરી જીવજંતુ સહિત અન્ય આ તકલીફમાંથી પણ છુટકારો મળી શકશે. જોકે હાલના તબક્કે 18 જેટલા ગામડાઓથી યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આગામી સમયમાં 90,000થી વધારે ખેડૂતોને આ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવશે. આ તબક્કે સાબરકાંઠા જિલ્લા સાંસદ દિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે ,આ યોજનાથી કિસાનોને રાત્રિના સમયે ભોગવવી પડતી આ તકલીફમાંથી છુટકારો મળશે.રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજનાઓથી કિસાનો નું જીવન સમૃદ્ધ બને તે માટે હર હંમેશ પ્રયાસ થતો રહેલો છે.
સાબરકાંઠાના ઇડરમાં 18 ગામડાઓ માટે સોનાનો સૂરજ
આગામી સમયમાં પણ ખેડૂતોના વિકાસ માટે અને 2022 પહેલા ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે પણ વિવિધ યોજનાઓ થકી પ્રયાસ થતો રહેશે.સૌર યોજના થકી સાબરકાંઠાના 18 જેટલા ગામડાઓના 2711 જેટલા કિસાનો માટે હવે સોનાનો સુરજ ઉગ્યો હોય તે પ્રકારે સૌર ઊર્જા થકી દિવસે પણ વીજળી મેળવી શકાશે જે અંતર્ગત ખેડૂતોની રાત્રિના સમયે ભોગવવી પડતી હાડમારી માંથી છુટકારો મળશે તેમજ ભગત ઘટનાઓમાંથી પણ ખેડૂતનો છુટકારો થયો છે જેના પગલે સ્થાનિક વિસ્તારમાં ખેડૂતો માટે સોનાનો સુરજ હોય તે પ્રકારની વીજ સુવિધા પ્રાપ્ત થઈ છે.
બે વર્ષમાં 90 હજાર ખેડૂતોનો સમાવેશ
સૂર્યોદય યોજના અંતર્ગત આગામી બે વર્ષમાં રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના 90,000થી વધારે ખેડૂતો માટે સૌરઊર્જા પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવે છે. જે અંતર્ગત આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાના તમામ ખેડૂતોની આ યોજના નો લાભ આપવાની શરૂઆત આજથી થઈ ચૂકી છે. આજે પ્રથમ તબક્કામાં 18 જેટલા ગામો ને પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ કરી 2700 થી વધારે ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત થઇ ચૂકી છે.
આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા બાકી રહેલા ખેડૂતોને પણ તાત્કાલિક ધોરણે સૌર્ય ઊર્જા થકી મળતી વીજળીમાં સમાવેશ કરાય તે મહત્ત્વનું બની રહેશે.