ETV Bharat / state

Atmosphere Change In North Gujarat: ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

સમગ્ર ઉત્તર ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન(Atmosphere Change In North Gujarat) અચાનક વાતાવરણમાં પલટો આવવાના કારણે રવી સીઝનમાં વાવેતર પાકને ભારે નુકસાન (Heavy damage to crops) થવાની સંભાવના છે જેને કારણે જગતના તાતને ભારે ચિંતામાં મુકાવાનો વારો આવ્યો છે, જોકે હજુ સુધી સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ નહિવત છે.

Atmosphere Change In North Gujarat: ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
Atmosphere Change In North Gujarat: ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
author img

By

Published : Jan 5, 2022, 4:44 PM IST

સાબરકાંઠા: સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ તેમજ અરવલ્લી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં અચાનક પલટો(Atmosphere Change In North Gujarat) આવ્યો છે, જો કે હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો (sudden atmosphere change ) આવતા વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાકળ ધુમ્મસ તેમજ ઠંડીનો અનુભવ વધ્યો છે.

ઉત્તર ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, ખેડૂતોમાં ચિંતાનો માહોલ

બટાકા, ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની સંભાવના

આગામી સમયમાં (Atmosphere Of North Gujarat) વરસાદ થાય તો બટાકા, ઘઉં સહિતના પાકોને નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. અત્યાર સુધીમાં બનાસકાંઠાના લાખણીમાં વરસાદની શરૂઆત થવા પામી હતી, પરંતુ ભારે વરસાદ ન થતા હાલમાં બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો સર્જાયા છે, ત્યારે આગામી સમયમાં ઉત્તર ગુજરાતમાં વરસાદ થશે તો જગતના તાતને રાતા પાણીએ રડવાનો વારો આવશે એ નક્કી વાત છે.

ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા

બનાસકાંઠાના લાખણીમાં અચાનક વાતાવરણમાં આવેલા પલટાને પગલે સામાન્ય વરસાદ શરૂ થયો છે, જેના પગલે સ્થાનિક વિસ્તારમાં રહેતા ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાયા છે, જોકે ભારે વરસાદ થાય તો લાખણી પંથકમાં ગવાતા ઘઉં, બટાકા સહિતના પાકને નુકસાન થવાની સંપૂર્ણ સંભાવનાઓ રહેલી છે. હાલના તબક્કે વરસાદ ન થાય તે સમગ્ર લાખણી પંથક સહિત ઉત્તર ગુજરાત માટે મહત્વની બાબત પુરવાર થઈ શકે તેમ છે.

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ અચાનક વરસાદી વાતાવરણ

નવા વર્ષના પ્રથમ સપ્તાહમાં જ અચાનક વરસાદી વાતાવરણ સર્જાતા આગામી વર્ષ માટે પણ જગતના તાતને મુશ્કેલીમાં મુકાવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે હાલના તબક્કે વરસાદી વાવાઝોડું સર્જાય તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને ભારે ભોગવવાનું થઈ શકે તેમ છે.

આ પણ વાંચો:

થરાદના સાબા ગામના 200 જેટલા ખેડૂતોએ કેનાલ પર કર્યો અનોખો વિરોધ

ખેડૂતોને નર્મદાનું સિંચાઇ માટે પાણી ન મળતાં નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને કરાઇ લેખિત રજૂઆત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.