સાબરકાંઠાઃ જિલ્લામાં પ્રાંતિજના તખતગઢ ગામે પાણી બચાવો ઝૂંબેશ અંતર્ગત સમગ્ર ભારતમાં દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે. તેમ જ આ ગામ રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત પણ થયું હતું. ત્યારે હવે આ તબક્કે પાણીની સાથોસાથ હવે તખતગઢ ગામ વિજળી પણ બચાવવા તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે ગામમાં 70 ટકાથી વધુ લોકો સૌર પેનલ થકી વીજ ઊર્જા મેળવી રહ્યા છે, જેનાથી હવે ખાનગી કંપનીઓ સાથે મળીને લોકોને સૌર પેનલ મામલે સંમત કરાયા છે. આના કારણે હવે સમગ્ર ગામમાં સૌર પેનલ લાગી ચૂકી છે.
આ પણ વાંચોઃ CM Bhupendra Patel: શા માટે મુખ્યપ્રધાને પોતાના પ્રધાનમંડળને વીજળી બચાવવા આદેશ કર્યા?
લોકોમાં ખુશીઃ તો હવે આગામી સમયમાં ગામમાં રહેલા તમામ લોકો હવે સૌર ઊર્જા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમ જ હાલમાં તમામ લોકો આ પેનલ લગાવવાના પગલે વિજળી બિલથી રાહત મેળવી રહ્યા છે. હવે તમામ લોકોને વધારાના કોઈ પણ પ્રકારનો ખર્ચ કર્યા વિના નિઃશુલ્ક લાઈટ બિલથી મુક્તિ મેળવી ખુશ જણાઈ રહ્યા છે.
સૌર ઊર્જાથી ખેડૂતોને ફાયદોઃ જોકે, સામાન્ય રીતે વિજળી સરળતાથી મળી રહે તેવી તમામ ગ્રામજનોની અપેક્ષા હોય છે. સાથોસાથ ખેડૂતોની અપેક્ષામાં પણ સૌર ઊર્જા મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. સૌર ઊર્જા થકી તખતગઢ ગામમાં રહેતા તમામ ખેડૂતો માટે પણ આ યોજના ખૂબ ફાયદાકારક થઈ રહી છે પહેલાના સમયમાં જરૂરિયાત વોલ્ટેજ મળતા ન હતા તેમ જ મોટાભાગના વોલ્ટેજ તખતગઢ ગામમાં જ વપરાય જતા હતા, આના કારણે ખેતી માટે પૂરો વીજ કરન્ટ મળતો નહતો. ત્યારે હવે તખતગઢ ગામમાં નવીન પ્રયાસ થકી એવી જ કરન્ટનો સંપૂર્ણ બચત કરી રહ્યા છે, જેથી તેમની ખેતીમાં પણ સંપૂર્ણ વિજ કરન્ટ મળતા હવે ખેડૂત જગતમાં પણ ખુશી આપી છે.
ભૂતકાળમાં મળ્યો હતો રાષ્ટ્રપતિ એવોર્ડઃ જોકે, સામાન્ય બાબતે એકરૂપતા હોય તો સારા એવા પરિણામો મળતા હોય છે. ત્યારે તખતગઢ ગામ એવું છે, જેણે ભૂતકાળમાં રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો છે. આ ગામમાં પાણી બચાવવા મામલે પાણી માટેના મીટર લગાવ્યા હતા જેના પગલે દેશ કક્ષાએ દ્વિતીય એવોર્ડ મેળવ્યો હતો જો કે હાલના તબક્કે હવે પાણીની સાથે સાથે વીજ કરંટ માટે થયેલો આ પ્રયાસ હવે પાણીની સાથે સાથે વિજળી પણ બચાવવા માટેનો પ્રયાસ પણ થયો છે, જેના કારણે આગામી સમયમાં વધુ એક એવોર્ડ મેળવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ગુજરાત માટે નવી દિશા ખૂલીઃ જોકે, એક તરફ સંઘે શક્તિ કલો યુગેની વાત છે. બીજી તરફ તખતગઢ ગામે સમગ્ર ગુજરાત માટે એક નવીન દિશા ખૂલે છે. ત્યારે જોવી રહી છે કે, આગામી સમયમાં મામલે કેટલા ગામ આ દિશા તરફ પ્રયાણ કરે છે. સામાન્ય રીતે વિજળી સરળતાથી મળી રહે તેવી તમામ ગ્રામજનોની અપેક્ષા હોય છે. ત્યારે સાથેસાથે ખેડૂતોની અપેક્ષામાં પણ સૌર ઊર્જા મહત્વની ભૂમિકા અદા કરી રહી છે. સૌર ઊર્જા થકી તખતગઢ ગામમાં રહેતા તમામ ખેડૂતો માટે પણ આ યોજના ખૂબ ફાયદાકારક થઈ રહી છે. પહેલાના સમયમાં જરૂરિયાત વૉલ્ટેજ મળતા નહતા. તેમ જ મોટા ભાગના વૉલ્ટેજ તખતગઢ ગામમાં જ વપરાય જતા હતા.
આ પણ વાંચોઃ Uttarardha Mahotsav 2023: મોઢેરાના સુર્ય મંદિર ખાતે નૃત્ય, કલા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ સર્જાયો
સારા પરિણામ મળતા હોય છેઃ જોકે, સામાન્ય બાબતો પર એકરૂપતા હોય તો સારા પરિણામ મળતા હોય છે. ત્યારે તખતગઢ ગામમાં ભૂતકાળમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ગામ બની ચૂક્યું છે આ ગામમાં પાણી બચાવવા મામલે પાણી માટેના મીટર લગાવ્યા હતા જેના પગલે દેશ કક્ષાએ દ્વિતીય એવોર્ડ મેળવ્યો હતો. જોકે, એક તરફ સંઘે શક્તિ કલો યુગેની વાત છે. બીજી તરફ તખતગઢ ગામે સમગ્ર ગુજરાત માટે એક નવીન દિશા ખુલે છે ત્યારે જોવી રહી છે કે આગામી સમયમાં મામલે કેટલા ગામ આ દિશા તરફ પ્રયાણ કરે છે.