સાબરકાંઠા : વૈશ્વિક મહામારીને પગલે દિન-પ્રતિદિન સંક્રમિત દર્દીઓની વધતી જતી સંખ્યા સામે વિવિધ પ્રયાસો તંત્ર દ્વારા હાથ ધરાઈ રહ્યાં છે. ત્યારે સાબરકાંઠાના ઈડર વહીવટી તંત્ર દ્વારા શાકભાજીના વેચાણ માટે નાવીન્ય સામે આવી છે. જેમાં શહેરના મધ્યમાંથી પસાર થતા રોડની બન્ને તરફ ચોક્કસ અંતર સાથે શાકભાજીનું સામસામે વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેના પગલે શાકભાજી ખરીદવામાં વચ્ચે સામાજિક અંતર જળવાઈ રહે.
સોશ્યિલ ડિસ્ટન્સ ન જળવાતા કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે સાબરકાંઠાના ઇડરમાં વહીવટી તંત્ર દ્વારા એક વિશેષ શરૂઆત કરવામાં આવી છે.
તંત્ર દ્વારા શાકભાજી વેચાણ કરનારાઓ નું લિસ્ટ બનાવી ચોક્કસ સોશ્યિલ ડિસ્ટન્સ નક્કી કરવામાં આવ્યું છે. તેમજ રોડની બન્ને તરફ સામસામે શાકભાજીનું વેચાણ શરૂ કરવાને પગલે હવે સોશ્યિલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે છે. જેના પગલે કોરોના વાઈરસની સંકલિતતા ઘટી શકે તેવી પૂર્ણ સંભાવનાઓ રહેલી છે.
વહીવટી તંત્રના આ પ્રયાસની સ્થાનિક શહેરીજનો પણ બિરદાવી રહ્યાં છે. જો કે, સાબરકાંઠાના ઇડરમાં શરૂ થયેલો આ પ્રયાસ જિલ્લાના અન્ય શહેરોમાં પણ પહોંચે તો કોરોના વાઈરસ સામે સ્થાનિક શહેરીજનો માટે વિશેષ પ્રયાસ થયું હોવાનું માની શકાય તેમ છે. ઈડરથી શરૂ થયેલો આ પ્રયાસ આગામી સમયમાં કેટલે સુધી પહોંચે છે તે પણ મહત્વનું બની રહે છે.