- વડિયાવીરના શાંતિગીરી મહારાજનું અયોધ્યાથી પરત આવ્યા બાદ થયું સન્માન
- અયોધ્યામાં વર્ષો બાદ રામ મંદિરનું સ્વપ્ન પૂરું થયું
- ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં
સાબરકાંઠાઃ ઇડરના વડિયાવીર ખાતે શાંતિ ગીરી મહારાજ અયોધ્યાથી પરત આવતા પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત સ્થાનિક આગેવાનોએ તેમનું સન્માન કરી આશીર્વાદ મળ્યા હતાં. અયોધ્યામાં વર્ષો બાદ રામ મંદિરનું સ્વપ્ન પૂરું થયું છે. જેમના ભૂમિ પૂજન માટે ગુજરાતમાંથી સાત સંતોને બોલાવ્યા હતા.
ઇડરના વડિયાવીર ગામ ખાતે રહેતા શાંતિ ગીરી મહારાજને પણ આમંત્રણ મોકલાવ્યું હતું. જેના પગલે તેઓ અયોધ્યા ખાતે રામમંદિર નિર્માણના ભૂમિપૂજનમાં હાજર રહ્યાં હતાં. તેમજ સોમવારે માદરે વતન વડિયાવીર ખાતે આવતા તેમનું વિશેષ સન્માન કરાયું હતું.
ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા સહિત સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક આગેવાનો તેમજ ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. સાથોસાથ સ્થાનિક લોકોએ રામ મંદિર મામલે શાંતિ ગીરી મહારાજને શુભેચ્છા પાઠવી હતી. જો કે, સમુદ્ર ભારતમાં રામ મંદિર નિર્માણના પગલે અનોખી ખુશીનો માહોલ સજાર્યો હતો.