ETV Bharat / state

સાબરકાંઠામાં સરકારી વૃક્ષારોપણ પાછળના ખર્ચમાં કૌભાંડ થયાની આશંકા

હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 74 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, તેવું સરકારી વન વિભાગના અધિકારીઓ નિવેદન આપે છે. જો કે, આટલા વૃક્ષો વાવ્યા હોય આ જિલ્લો ગુજરાતના તમામ જિલ્લાઓ કરતાં વધુ વૃક્ષ ધરાવનારો બન્યો હોય. જો કે, છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગ દ્વારા વૃક્ષો પાછળ થનારા ખર્ચની ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો જિલ્લા સહિત સમગ્ર ગુજરાતનું મોટું કૌભાંડ બહાર આવે તેમાં નવાઇની વાત નથી.

Sabarkantha
author img

By

Published : Jul 8, 2019, 8:40 PM IST

સાબરકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ તેમજ સમાંતર જમીન ધરાવનારો છે. જો કે, દિન-પ્રતિદિન વૃક્ષો કપાવાનું આજે પણ એક તરફ યથાવત છે. તો બીજી તરફ વનવિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લાખોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા બાદ ટકાવ્યા હોવાનું નિવેદન આપવામાં આવે છે.

સરકારી વૃક્ષારોપણ પાછળના ખર્ચમાં કૌભાંડ થયાની આશંકા..!

સામાન્ય રીતે જિલ્લાના આઠ તાલુકાઓમાં 700થી વધારે ગામડાઓ આવેલા છે. સરકારી અધિકારીઓનાં નિવેદન મુજબ, પ્રત્યેક ગામમાં દસ લાખથી વધુ વૃક્ષો પાછલા પાંચ વર્ષમાં વાવ્યા બાદ આજે તે હયાત હોવાનું જણાવી રહ્યા છે. જો કે આ આંકડાઓ કેટલા સત્ય છે તે એક પ્રશ્ન છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો વર્ષ 2014-15માં 16 લાખ વૃક્ષો આપવામાં આવ્યા તેમજ 2500 હેક્ટર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

વર્ષ 2015-16માં 2500 હેક્ટર જમીનમાં 17 લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા તેમજ વર્ષ 2017-18માં 2600 હેક્ટર જમીનમાં વાવેતર કરાયું હતું. તેમજ 2018-19માં 1190 હેક્ટર પર 9.1 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે. જો કે, સરકારી ચોપડી આ બધા જ 100માંથી મોટાભાગના વૃક્ષો હજુ પણ જીવંત હાલતમાં હોવાનું નિવેદન આપે છે. કાગળ પર રહેલો મોટો આંકડો જમીન ઉપર કેટલો સાચો એ તપાસનો વિષય બની રહે છે. એક તરફ વૃક્ષ વાવવા માટે કરોડોનો ખર્ચ સરકારમાં ઉધારવામાં આવે છે તો બીજી તરફ આ સંપૂર્ણ ખર્ચ પાણીમાં જતો હોય તેવું જોવા મળી રહ્યું છે.

સરકાર દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વનીકરણ એમ બે વિભાગ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વનીકરણ વધારવાનો પ્રયાસ થતો હોય છે. ઠીક આ પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં પણ શહેરી વનીકરણ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 18 લાખથી વધારે વૃક્ષો વવાયા હોવાનું નિવેદન છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે, જો આટલા વૃક્ષ સાબરકાંઠા જિલ્લામાં હોય તો જે તે જિલ્લો અથવા શહેર પણ ગુજરાતમાં નંબર વન બન્યો હોય. પરંતુ વૃક્ષો વાવ્યા બાદ એટલા વૃક્ષો મોટા નથી થતા એ પણ એટલી જ સત્ય બાબત છે. સરકાર દ્વારા વૃક્ષો વાવવા પાછળ જે ખર્ચ કરાય છે એમાંથી અડધો ખર્ચ પણ જ્યારે ટકાવવા માટે કરાય તો વૃક્ષ બચાવી શકાય કેમ છે. સરકારના ચોપડે માત્ર વૃક્ષોની સંખ્યા વધારવાના પ્રયાસ કરતા બચાવવાના પ્રયાસ થાય તો દિન-પ્રતિદિન થતું વૃક્ષછેદન પણ અટકાવી શકાય. જો કે વનવિભાગના કહેવાતા ઈમાનદાર સરકારી બાબુ કેટલી ઈમાનદારીથી પોતાની કર્તવ્યનિષ્ઠા વાપરે છે એ જગજાહેર છે.

જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 74 લાખથી વધુ વૃક્ષો 7,390 હેક્ટર જમીન પર વાવ્યાની વાતો કેટલી સાચી છે અને કેટલી ભ્રામક છે એ તો આંકડા ઉપરથી જ માની શકાય તેમ છે. જો કે, આટલા વૃક્ષો પાછળ વાવવાનો ખર્ચ કરતા બચાવવાનો ખર્ચ વધુ કરાયો હોત તો આંકડાઓની માયાજાળ કરતા જમીન પર હરીયાળુ સાબરકાંઠા બની શક્યું હોત. સરકાર વન બચાવવા ખુલ્લી તેમજ ગૌચરની જમીન પર વૃક્ષો વાવવા તેમજ શહેરોને હરિયાળા બનાવવાના પ્રયાસ પાછળ કરોડોનો ખર્ચ કરી ચૂકી છે, ત્યારે આ ખર્ચ લાખોની સંખ્યામાં વૃક્ષો વાવવાના નિવેદન આપી રહ્યું છે. જો કે છેલ્લા પાંચ વર્ષમાં વન વિભાગ દ્વારા વૃક્ષો પાછળ થનારા ખર્ચનું ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતનું મોટું કૌભાંડ બહાર આવી શકે છે.

Intro:સાબરકાંઠા જિલ્લામાં વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં વહેલા વૃક્ષો નો આંકડો જો સાંભળવામાં આવે તો અચરજ લાગે એ સ્વાભાવિક છે સાબરકાંઠા જિલ્લા વન વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 74 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે તેઓ સરકારી વન વિભાગના અધિકારીઓ નિવેદન આપે છે જોકે આટલા વૃક્ષો વાયા હોય તેમજ ટકાવ્યા આવ્યા હોય તો સાબરકાંઠા જિલ્લો ગુજરાતના તમામ જિલ્લાઓ કરતાં વધુ વૃક્ષ ધરાવનારો બને આ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથીBody:
સાબરકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ડુંગરાળ તેમજ સમાંતર જમીન ધરાવનારો છે જોકે દિન-પ્રતિદિન વૃક્ષો કપાવાનું આજે પણ એક તરફ યથાવત છે તો બીજી તરફ વનવિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં લાખોની સંખ્યામાં વૃક્ષો વાવ્યા બાદ ટકા આવ્યા હોવાનું નિવેદન આપવામાં આવે છે સામાન્ય રીતે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં 700થી વધારે ગામડાઓ આવેલા છે સરકારી અધિકારીઓનાં નિવેદન મુજબ પ્રત્યેક ગામમાં દસ લાખથી વધુ વૃક્ષો પાછલા પાંચ વર્ષમાં ભવાયા બાદ આજે હયાત હોવાનું ઘણું ગવાઈ રહ્યું છે જોકે આ આંકડાઓ કેટલા સત્ય છે તે એક યક્ષપ્રશ્ન છે સાબરકાંઠા જિલ્લા ની વાત કરવામાં આવે તો વર્ષ ચૌદ-પંદર માં 16 લાખ વૃક્ષો આપવામાં આવ્યા તેમજ ૨૫૦૦ હેક્ટર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરાયું .વર્ષ પંદર-સોળ માં 2500 હેક્ટર જમીનમાં 17 લાખથી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા તેમજ વર્ષ સત્તર અઢાર માં 2600 હેકટર જમીનમાં વાવેતર કરાયું જ્યારે વર્ષ 2017 2018 માં અગિયારસો એક્ટર જમીન ઉપર 5.5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવી છે તેમજ 2018 2019 ના વર્ષમાં ૧૧૯૦ ટ્રેક્ટર પર 9.1 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું છે જોકે સરકારી ચોપડી આ બધા જ 100 માંથી મોટાભાગના વૃક્ષો હજુ પણ જીવંત હાલતમાં હોવાનું નિવેદન આપે છે કાગળ ઉપર મસ મોટો આંકડો જમીન ઉપર કેટલો સાચો એ તપાસનો વિષય બની રહે છે એક તરફ વૃક્ષ વાવવા માટે કરોડોનો ખર્ચ સરકારમાં ઉધારવામાં આવે છે તો બીજી તરફ આ સંપૂર્ણ ખર્ચ પાણીમાં જતો હોય તેઓ જોવા મળે છે
બાઈટ:
સરકાર દ્વારા ગ્રામીણ તેમજ શહેરી વનીકરણ એમ બે વિભાગ થકી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વનીકરણ વધારવાનો પ્રયાસ કરતો હોય છે ઠીક આ પ્રમાણે સાબરકાંઠા જિલ્લામાં પણ શહેરી વનીકરણ વિભાગ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૧૮ લાખથી વધારે વૃક્ષો વવાયા હોવાનું નિવેદન અપાયુ છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો આટલા વૃક્ષ સાબરકાંઠા જિલ્લાના શહેરોમાં જોવા હોય તો જે તે શહેર પણ ગુજરાતનો નંબર વન બને એમાં નવાઈ નથી પરંતુ વૃક્ષો વાવ્યા બાદ એટલા વૃક્ષો મોટા નથી થતા એ પણ એટલી જ સત્ય બાબત છે સરકાર દ્વારા વૃક્ષો વાવવા પાછળ જે ખર્ચ કરાય છે એમાંથી અડધો ખર્ચ પણ જ્યારે ટકાવવા માટે કરાય તો વૃક્ષ બચાવી શકાય કેમ છે સરકારના ચોપડે માત્ર વૃક્ષોની સંખ્યા વધારવાના પ્રયાસ કરતા બચાવવાના પ્રયાસ થાય તો દિન-પ્રતિદિન ચાલતો વૃક્ષ છેદન નો પણ અટકાવ થઈ શકે તેમ છે જોકે વનવિભાગના કહેવાતા ઈમાનદાર સરકારી બાબુ કેટલી ઈમાનદારીથી પોતાની કર્તવ્યનિષ્ઠા વાપરે છે એ જગજાહેર છે
બાઈટ
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 74 લાખથી વધુ વૃક્ષો ૭,૩૯૦ હેક્ટર જમીન પર વવાયાની વાતો કેટલી સાચી છે અને કેટલી ભ્રામક લાગે છે એતો આંકડા ઉપરથી જ માની શકાય તેમ છે જોકે આટલા વૃક્ષો પાછળ વાવવા નો ખર્ચ કરતા બચાવવાનો ખર્ચ વધુ કરાયો હોત તો આંકડાઓની માયાજાળ કરતા જમીન પર હરીયાળુ સાબરકાંઠા બની શકી હોત એ નિર્વિવાદ બાબત છે
પી2સી
Conclusion:સરકાર વન બચાવવા ખુલ્લી તેમજ ગૌચરની જમીન પર વૃક્ષો વાવવા તેમજ શહેરોને હરિયાણા બનાવવાના પ્રયાસ પાછળ કરોડોનો ખર્ચ કરી ચૂકી છે ત્યારે આ ખર્ચની લાખોની સંખ્યામાં વૃક્ષો રવાના નિવેદન આપી રહી છે જોકે છેલ્લા પાંચ વર્ષ મા વન વિભાગ દ્વારા વૃક્ષો પાછળ થનારા ખર્ચ નું ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતનું મોટું કૌભાંડ બહાર આવે તેમાં નવાઇની વાત નથી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.