સાબરકાંઠા: અખિલ ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળ દ્વારા આજે હિંમતનગર ખાતે જાહેર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક ધારાસભ્ય સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા પગાર વધારા તેમજ કાયમી કરવાની માંગ સાથે આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા કોઈ ચોક્કસ પગલાં ન લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કર્મચારીઓનું શોષણ: છેલ્લા કેટલાક વર્ષોથી ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ક્લાર્ક પટાવાળા અને કાયમી કરવા સહિતની વિવિધ માંગોમાં કોઈ કાર્યવાહી ન કરાતા જે જાહેર સંમેલન યોજાયું હતું. જેમાં હિંમતનગરના સ્થાનિક ધારાસભ્ય વી ડી ઝાલા સહિત ગુજરાતભરના હોદ્દેદારો તેમજ સંગઠનના કાર્યકરો ખાસ હાજર રહ્યા હતા. આ તબક્કે થયેલી વિવિધ રજૂઆત અંતર્ગત ગુજરાત ગ્રામ પંચાયતના ક્લાર્ક તેમજ પટાવાળાઓને સ્થાનિક પંચાયતની પદ્ધતિ મુજબ આપવામાં આવતું વેતન રુપિયા 500 થી લઈ રૂપિયા 6,000 નું હોવાના પગલે તમામ કર્મચારીઓનું શોષણ થતું હોવાનું આક્ષેપ કરાયું છે.
રાજ્ય સરકાર સુધી પોતાની માંગ: ગ્રામ પંચાયતોમાં વિવિધ કનડગત સહિત આક્ષેપ પ્રતિઆક્ષેપ તેમજ વિવિધ સમસ્યાઓનો સામનો કરવાનો હોવા છતાં યોગ્ય પગાર ધોરણ તેમજ કાયમી ન કરાતા હાઈકોર્ટ સુધી પણ આ મામલે રજૂઆત કરાઈ ચૂકી છે. જોકે આજ દિન સુધી આ મામલે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે સાબરકાંઠાના હિંમતનગર ખાતે યોજાયેલા જાહેર સંમેલનમાં ગુજરાત ગ્રામ પંચાયત ક્લાર્ક પટાવાળા મહામંડળના પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા હિંમતનગરના ધારાસભ્યને રજૂઆત કરાઈ રાજ્ય સરકાર સુધી પોતાની માંગ પૂરી કરવા રજૂઆત કરાઈ છે.
અભિગમ મામલે રજૂઆત: સંમેલનમાં સ્થાનિક ધારાસભ્ય વી ડી ઝાલાને બોલાવવામાં આવ્યા હતા તેમજ તેમને પણ આ મામલે સ્થાનિક કર્મચારીઓની સ્થિતિથી વાકેફ કરાયા હતા. સાથો સાથ તેમની મળતા વેતન મામલે પણ વિશેષ રજૂઆત કરાઈ હતી. આ તબક્કે સ્થાનિક ધારાસભ્ય રાજ્ય સરકારને ગુજરાતની તમામ ગ્રામ પંચાયતોના ક્લાર્ક તેમજ પટાવાળાઓની સ્થિતિ મામલે ગુજરાત સરકારની સ્થિતિથી અવગત કરાવવાનું જણાવ્યું હતું. તેમજ આગામી સમયમાં મામલે તમામ કર્મચારીઓ ની સ્થિતિ સુધરે તે માટે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા સહિત રાજ્ય સરકાર ને સમગ્ર મહામંડળ દ્વારા થઈ રહેલી કામગીરીથી વાકેફ કરવાનું જણાવ્યું હતું.