ETV Bharat / state

સાબરકાંઠામાં કોરોનાના પ્રથમ દર્દીને આપી રજા, સ્વાસ્થ્યકર્મીઓમાં ખુશીનો માહોલ - saberkatha corona's first patient

ગુજરાતમાં કરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે રાજ્યના અમુક જીલ્લામાંથી કોરોનાને લઈને સારા સમાચાર પણ મળ્યા છે. સાંબરકાંઠામાં નોંધાયેલો પ્રથમ કોરોનાનો દર્દી રિકવર થઈ જવાથી, કોરોનાના તમામ રિપોર્ટ નોર્મલ આવતા સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે.

sabarkatha's first corona patient is recover
સાબરકાંઠામાં કોરોનાના પ્રથમ દર્દીને આપી રજા
author img

By

Published : Apr 19, 2020, 7:55 PM IST

સાબરકાંઠાઃ જીલ્લામાં કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવામાં વહિવટી તંત્ર અને આરોગ્ય તંત્ર સતત સતર્ક અને કાર્યશીલ છે જેના પગલે જીલ્લાના પ્રથમ કોરોના દર્દી નરેન્દ્રસિંહ ચૌહાણ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે. આ દર્દીના કોરોનાના બંને રિપોર્ટ નેગેટીવ આવતા હોસ્પિટલમાંથી રજા આપી છે. સ્વાસ્થયકર્મીઓએ તાળીઓથી અભિવાદન આપી તેમને ઘરે જવા રજા આપી હતી. જોકે આગામી 14 દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇન અને લોકડાઉનનો અમલ કરવા પણ ઘરે જ રહેવું પડશે.

કોરોનાનો પ્રથમ કેસ 7 એપ્રિલે નોંધાયો હતો. ત્યારથી સમગ્ર વહિવટી તંત્ર દ્રારા રોગની ગંભીરતાને પગલે સઘન તપાસ હાથ ધરીને 89 ટીમો દ્રારા 11 હજાર 999 ઘરોનો સર્વે કરીને 57 હજાર 659 લોકોની તપાસ કરવામાં આવી હતી. આ દર્દીના સંપર્કમાં આવેલા કુલ 203 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાં 33 લોકોને સરકારી કવૉરન્ટાઇન અને 170 લોકોને હોમ ક્વૉરન્ટાઇન કરવામાં આવ્યા હતા. આ તમામના 181 લોકોના રીપોર્ટ કરવામાં આવ્યા હતા, જે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા પરંતુ તમામ લોકોને 14 દિવસ માટે ફરજીયાત ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે હજુ સુધી અન્ય કોઈપણ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી.

અત્યાર સુધીમાં બે કેસ નોંધાયા છે જેમાથી પ્રથમ કેસ સફળતાપૂર્વક ડિસ્ચાર્જ થઈ પોતાના ઘરે જતો રહ્યો છે ત્યારે સિવિલ તંત્ર તેમજ વહીવટી તંત્રની મહેનત કામે લાગી છે એવું માનવું જ રહ્યું છે જોકે આગામી સમયમાં કોરોના વાઈરસ વધુ ન પ્રસરે તેનું ધ્યાન રાખવુ પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.