ETV Bharat / state

Sabarkantha SP in Lokdarbar : વ્યાજખોરોના આતંકથી ડરતા લોકોને ખુલીને પોલીસની મદદ લેવા સધિયારો અપાયો - સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાની (Sabarkantha SP in Lokdarbar ) હાજરીમાં ઈડરની સર પ્રતાપ હાઇસ્કૂલમાં લોકદરબારનું આયોજન થયું હતું. અનધિકૃત વ્યાજખોરોની કનડગત સામે ઝૂંબેશ (Gujarat Police Crackdown on Moneylenders ) ચલાવવામાં આવી રહી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોના આતંક (Unauthorized Usury Harassment ) થી ડરતા લોકોને ખુલીને પોલીસની મદદ લેવા સધિયારો અપાયો હતો.

Sabarkantha SP in Lokdarbar વ્યાજખોરોના આતંકથી ડરતા લોકોને ખુલીને પોલીસની મદદ લેવા સધિયારો અપાયો

author img

By

Published : Jan 18, 2023, 3:15 PM IST

ઈડરની સર પ્રતાપ હાઇસ્કૂલમાં લોકદરબારનું આયોજન

ઈડર ગુજરાત પોલીસ દ્વારા અનધિકૃત વ્યાજખોરોની સામે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં પોલીસ વડાની ટીમ સહિતની વિવિધ કામગીરીઓ સામે આવી રહી છે. તેમાં વ્યાજખોરોના આતંકથી ડરતા લોકોને બહાર આવવા સમજાવવા માટે અને પોલીસ તંત્ર સહાય કરવા તૈયાર હોવાનો સંદેશ પીડિત લોકો સુધી પહોંચે તે માટે લોકદરબારના આયોજન કરવામાં આવી રહ્યાં છે. સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાલ વાઘેલાની હાજરીમાં ઈડરની સર પ્રતાપ હાઇસ્કૂલમાં લોકદરબારનું આયોજન થયું હતું. જેને લઇને સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા બિનઅધિકૃત વ્યાજે નાણાં ધીરધારી કરનારા લોકો સામે કાર્યવાહી કરવા માટે ઈડર શહેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોને ખુલીને પોલીસની મદદ લેવા સધિયારો અપાયો હતો.

આ પણ વાંચો Crackdown on Moneylenders : વ્યાજખોરી પર તવાઈ લાવતી ગુજરાત પોલીસ, 1026 એફઆઈઆરમાં 635 વ્યાજખોરની ધરપકડ

સાબરકાંઠાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક્શન વ્યાજખોરોના ત્રાસને અટકાવવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા લોક દરબાર થકી પગલાં ભરવા માટેની શરૂઆત કરવામાં આવી છે..સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ ચરમસીમાએ પહોચ્યો છે જેને લઈને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી. રાજ્યભરમાં સરકારે વ્યાજખોરો સામે લાલ આંખ કરી છે. નક્કી થયેલાં વ્યાજદર કરતાં વધુ ઊંચા વ્યાજની માગણી કરી લોકોની સતામણી એટલી હદે થતી હોય છે કે છેવટે વ્યાજે નાણાં લેનાર લોકોએ આખરે આત્મહત્યા કરવી પડતી હોય છે. આ પ્રકારની આત્મહત્યાઓનો રેશિયો વધવાને લઈને રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ઝડપી સઘન કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી. બાદમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં લોકદરબારની શરૂઆત કરવામાં આવી છે.

ઈડરમાં યોજાયો લોકદરબાર ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં લોક દરબારમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મેજિસ્ટ્રેટ, ઈડર ડીવાયએસપી, ઈડર પીઆઈ, પીએસઆઈ, અને વ્યાજખોરોથી પીડિત લોકો તેમજ રજિસ્ટ્રાર કચેરીના પ્રતિનિધિ, પોલીસ સ્ટાફ,બેન્કના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને માર્ગદર્શન આપ્યું હતું. લોન લેવા માટેનું માર્ગદર્શન પણ આપ્યું હતું. લોન અને અલગ અલગ યોજનાઓ વિશે માહિતી આપી હતી તે સાથે જ ઉપસ્થિત લોકોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે લોક દરબાર યોજાયા પછી કોઈપણ પ્રકારની વ્યાજની ફરિયાદ આવે તો જિલ્લા પોલીસવડાએ તાત્કાલિક પોલીસ અધિકારીઓને કાર્યવાહી કરવા માટેનું સૂચન આપી દેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો વિજયનગર જૈન મંદિર અને ઈડર સ્વામિનારાયણ મંદિરમાં ચોરીનો ભેદ ઉકેલાયો

વ્યાજખોરથી પીડિતોને સધિયારો આપો વ્યાજખોરોથી ત્રસ્ત પીડિતોએ સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનો સંપર્ક કરી સીધા રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. જેમાં ઈડર શહેર તાલુકા મથકેથી મોટી સંખ્યામાં પ્રજાજનો હાજર રહ્યા હતાં ત્યારે યોજાયેલ કાર્યકમમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરોથી પીડાતા પરિવારો પોતે ડરના કારણે પોલીસ મથકે ન પહોચી શકતો હોય તો જાગૃત નાગરિકોએ પીડ્ત પરિવારને સાથ સહકાર આપી પોલીસને જાણ થાય ત્યા સુધીની મદદ કરવા વિનંતી કરી હતી. જેથી પોલીસ પીડિત પરિવારના પ્રશ્ન સાંભળી વ્યાજખોર સામે કાયદાકીય કાર્યવાહી કરી શકે. ત્યારે પીડિત પરિવારોને આગળ આવવા જિલ્લા પોલીસ વડાએ અપીલ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.