સાબરકાંઠા: એક તરફ વૈશ્વિક મહામારી સમાન કોરોનાનો ભરડો છે તો બીજી તરફ ગત રાત્રીએ કમોસમી વરસાદ થવાના પગલે સાબરકાંઠા જિલ્લામાં જગતના તાતને ઘઉં, ચણા સહિતના તૈયાર થયેલા રવિ પાકોમાં કમોસમી વરસાદથી નુકસાન થવાની સંભાવના છે. સાબરકાંઠામાં ગત રાત્રિએ અચાનક થયેલા કમોસમી વરસાદના પગલે ઘઉં, ચણા સહિતના પાકમાં નુકસાન થવાની પૂર્ણ સંભાવનાઓ છે. ઘઉં તેમજ ચણાના તૈયાર પાકનો અત્યારે સમય ચાલી રહ્યો છે. તેવા સમયે અચાનક આવેલા વરસાદના પગલે તૈયાર થયેલો પાક બગડવાની પૂર્ણ સંભાવના છે.
આ સાથે એક તરફ કોરોના વાઇરસના પગલે ખેડૂતોનું મોટાભાગનું કામકાજ બંધ હાલતમાં છે. તેવા સમયે તૈયાર પાક બગડવાની સંભાવનાઓ પણ વધી રહી છે.
સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદની આંકડાકીય વિગત:
હિંમતનગર :10
પ્રાંતિજ: 04
તલોદ: 7
ઈડર: 14
વડાલી: 10
ખેડ બ્રહ્મા: 13
પોશીના: 12
વિજયનગર: 13
હાલમાં સાબરકાંઠા જિલ્લામાં બધા તાલુકાઓમાં કમોસમી નોંધપાત્ર વરસાદ થયો છે. તેમજ હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહે તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવી શકે તેમ છે.