ETV Bharat / state

Sabarkantha News : રખડતી ગાયોની સમસ્યા ઉકેલવાનો હડિયોલ ગામના લોકોનો નવો અંદાજ સામે આવ્યો - રખડતી ગાયોની સમસ્યા

હિંમતનગરના હડિયોલના ગ્રામજનોનો રખડતાં ઢોર સામેનો અભિગમ અન્ય નાગરિકો માટે પ્રેરક બને તેમ છે. તેઓએ પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં રખડતી ગાયોને એક જ જગ્યા ઉપર ભેગી કરી રાખી હતી. બાદમાં તમામને ઈડર પાંજરાપોળમાં વાહનોમાં મોકલી હડિયોલ ગામના લોકોનો નવો અંદાજ સામે આવ્યો છે.

Sabarkantha News : રખડતી ગાયોની સમસ્યા ઉકેલવાનો હડિયોલ ગામના લોકોનો નવો અંદાજ સામે આવ્યો

author img

By

Published : Jul 7, 2023, 3:39 PM IST

હડિયોલ ગામના લોકોનો નવો અંદાજ

સાબરકાંઠા : ગુજરાતમાં રખડતા પશુઓના મામલે સાબરકાંઠાના હિંમતનગર નજીક આવેલા હડિયોલ ગામે કરેલો પ્રયાસ સ્થાનિકો માટે ગૌરવ સમાન બની રહ્યો છે. હિંમતનગરના હડિયોલના ગ્રામજનોએ છેલ્લા પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં આવેલી ગાયોની એક જ જગ્યા ઉપર રાખી ખોરાક પાણીની વ્યવસ્થા કરાયા બાદ આજે તમામને ઈડર પાંજરાપોળ ખાતે મોકલી ગૌસેવાનો નવો અંદાજ દર્શાવ્યો છે.

રખડતી ગાયોને ભેગી કરી ચારાપાણી આપ્યાં : સામાન્ય રીતે ગુજરાતના મોટાભાગના ગામડાઓ સહિત શહેરોમાં રખડતા પશુઓના નામ સાથે ગાયનું નામ જોડાય છે. જોકે ગૌભક્તો માટે આ શબ્દ ઘણાની માફક કણાંની જેમ ખૂંચતો હોય છે. ત્યારે રખડતા પશુઓના મામલે સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામજનોએ એક વિશેષ પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં સતત પાંચ દિવસ સુધી ફળીયા સહિત આસપાસના વિસ્તારમાં આવતી રખડતી ગાયો સહિતના પશુઓને એક જ જગ્યા ઉપર એકત્રિત કરી દીધી હતી અને ત્યાં તેમના માટે ખોરાક પાણીની વ્યવસ્થા પણ કરી હતી. એક જગ્યાએ રખાયેલી ગાયો માટે લીલા ઘાસચારો સાથે પાણીની વ્યવસ્થા કરવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગીદાર બન્યા હતાં.

તમામ ગાયને અહીં મોકલી અપાઇ
તમામ ગાયને અહીં મોકલી અપાઇ

પાંચ વાહન ભરીને પાંજરાપોળ મોકલી ગાયો : નવી વાત હવે આવે છે કે આ બિનવારસી ગાયોના કાયમી ઉકેલ માટે આજે સ્થાનિક લોકોએ અલગ અલગ પાંચ જેટલી ગાડીઓમાં તમામ ગાયોને ઈડર પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી. આ રીતે ગૌમાતાને રખડતા પશુ જેવા શબ્દ સાથે કરાતી સરખામણીનો છેદ ઉડાડ્યો છે. સામાન્ય રીતે રખડતા પશુઓના પગલે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જતું હોય છે. તો બીજી તરફ વાહનચાલકો સહિત નાના બાળકો માટે પણ આવા પશુઓ જોખમરૂપ બને છે ત્યારે આજનો આ પ્રયાસ ગુજરાતના અન્ય ગામડાઓમાં થાય તે જરૂરી છે.

હડિયોલ એ શહેરની નજીક આવેલો ગ્રામીણ વિસ્તાર છે. જે શહેરમાંથી ગાયોનો અને આખલાઓનો ત્રાસ એ ગ્રામીણ વિસ્તાર સુધી પહોંચ્યો છે. ત્યાં હડિયોલ ગામના બાળકો અને વડીલો રસ્તામાં ફરતા હોય ત્યારે શારીરિક નુકશાન પણ ઘણું બધું થાય છે અને પ્લાસ્ટિક ખાતી ગાયો જોવા મળેલી છે. કશું જ ખાવાનું ન મળે તો ખેતરોમાં ભેલાણ કરે છે. ત્યારે ગામવાસીઓએ નિર્ણય કર્યો કે આપણે આ ગાયોને એકત્રિત કરીને ઇડરમાં સારી પાંજરાપોળ ચાલે છે ત્યાં મૂકી દઈએ. જેથી ગાયોનું જીવદયાનું ત્યાં સારી રીતે દેખભાળ થાય. જેથી પોલીસ પ્રોટેક્શન સાથે 50 જેટલી ગાયોને પાજળાપોળમાં મૂકી આવ્યા છીએ...મહેન્દ્રભાઈ પટેલ(ગામના આગેવાન)

અભિગમની પ્રશંસા : ભારતીય સંસ્કૃતિના વખાણ કરવાની વેળાએ જેને ગૌમાતાનું પદ આપવામાં આવે છે તે જ ગાયોને બિનવારસી રસ્તામાં ફરતીચરતી કે કોઇને અડફેટે લીધાંની બૂમરાણ મચાવવા માટે રખડતાં પશુ તરીકે ઓળખાવવામાં આવે છે. ત્યારે હડિયોલ ગામના લોકોનો આ અભિગમ ધ્યાનમાં લેવા જોવો ખરો જેથી કરીને રખડતાં ઢોરની સમસ્યા કાબૂમાં આવી શકે છે.

  1. Surat News : ગાયોને લઈને મોર્નિંગ વોક પર જતો સુરતી પરિવાર, જાણો 'જયા'ની જોરદાર વાત
  2. Kutch News : ગૌપ્રેમનો અનોખો મહિમા કરતો ગોબરનો લગ્નમંડપ, ગાયના છાણના ઉપયોગનો અદભૂત પ્રયોગ કરતી નિશા મેપાણી
  3. Tapi court Gujarat statement: ગુજરાત કોર્ટે કહ્યું, ગાય જાનવર નહીં માતા છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.