ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી સહકાર ક્ષેત્રમાં શિરમોર ગણાતી સાબરડેરીમાં 189 લોકોની ભરતી પ્રકરણ મુદ્દે નવા ખુલાસા થઈ રહ્યાં છે. તેમજ આ મામલે હાઇકોર્ટ સુધી પહોંચ્યું છે. જો કે, હજુ સુધી રજીસ્ટર તેમજ હાઇકોર્ટ દ્વારા કોઈ ચુકાદો આવે તે પહેલાં જ બાયડ જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલ 20 નામો જાહેર કરી ખળભળાટ સર્જ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી સહકાર ક્ષેત્રમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે સાબરડેરીના એમડી કથિત ઓડિયો ક્લિપ બહાર આવતા રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો અને રાજય રજિસ્ટ્રારે આ મામલે 30 દિવસની તપાસ આપી હતી. જો કે, તપાસ પૂર્ણ થાય એ પહેલા કીર્તિ પટેલને વધુ એકવાર અરવલ્લી જિલ્લા પંચાયત સદસ્ય કીર્તિ પટેલે સાબરડેરીમાં વહાલા-દવલાની નીતિ સહિત 20થી 25 લાખની રકમ તેમજ પ્રત્યેક ડિરેક્ટર દીઠ પાંચ સદસ્યોની નામાવલી જાહેર કરી 20 નામોની યાદી જાહેર કરી ખળભળાટ થયો છે.
આ મામલે હજુ સુધી સાબરડેરીના એમડી તેમજ તેને કંઈ પણ કહેવાનું ટાળ્યું છે. આ મામલે આગામી સમયમાં હજુ પણ વધુ એક નામોનું લિસ્ટ જાહેર કરવાની વાત પણ કરી હતી. તેમજ સાબરડેરીમાં ભ્રષ્ટાચાર મામલે નવીન થઈ રહેલા ખુલાસાઓમાં આગામી સમયમાં ભરતી સહિત સહકાર ક્ષેત્રમાં કેટલા નવા નિયમો પણ મહત્વના બની રહે છે.
હાલ પૂરતું કીર્તિ પટેલ સહિત પશુપાલક આંદોલનના પ્રણેતા ચેતન પટેલે પણ સાબર ડેરી સામે આગામી સમયમાં રણનીતિ જાહેર કરી છેવાડાના ગામડા અને પશુપાલક સુધી પહોંચવાની વાત કરી હતી.