સાબરકાંઠા: જિલ્લા કલેકટર સી.જે. પટેલે તલોદ અને પ્રાંતિજ તાલુકાના કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં લોકોને આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે છે. તેમજ આ વિસ્તારોમાં આપવામાં આવતી સુવિધાની સમિક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
તલોદ તાલુકાના સવાપુર, મહિયલ ગામ અને તલોદ શહેરની રોયલ પાર્ક સોસાયટી તેમજ પ્રાંતિજ તાલુકાના અમલાની મુવાડી, મૌછા ગામ તથા પ્રાંતિજ શહેરના તપોધન વાસમાં કોરોનાના કેસ સામે આવતા આ ગામોને કન્ટેન્ટમેન્ટ ઝોન હેઠળ આવરી લેવાયા છે. આ વિસ્તારોની જિલ્લા કલેકટર સી.જે. પટેલે મુલાકાત કરી હતી.તેમજ નાગરીકોને પડતી મુશ્કેલીઓ અંગે વાત કરી હતી, તેમજ આ વિસ્તારના લોકોના ઘરોની મુલાકત દરમિયાન સ્થાનિકોને આરોગ્ય વિભાગના હોમ ટુ હોમ સર્વેમાં સહકાર આપવા માટે અપીલ કરી હતી.
આ વિસ્તારોમાં બિન જરૂરી અવર-જવરના કરવા લોકોને જણાવ્યું હતું અને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોરોના સંક્રમણમાં ફેલાવો અટકાવવા માટે કરવામાં આવતી પ્રવૃતિઓ, ઉકાળા વિતરણ તેમજ મેડિકલ સર્વે ટીમની કામગીરીનો રીવ્યુ કર્યો હતો. તેમજ કન્ટેન્ટમેન્ટ ઝોનના અવર-જવરનું રજીસ્ટર પણ ચેક કર્યુ હતું.
જિલ્લામાં કોરોના પોઝિટિવ વિસ્તારમાં લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેકટર સી.જે. પટેલે સબંધિત અધિકારીઓને સૂચન કર્યુ છે. સાથો સાથ આ વિસ્તારમાં ફરજીયાત માસ્ક અને અન્ય લોકાના અવર-જવર પર પ્રતિબંધ તેમજ લોકડાઉન દરમિયાન ઘરની બહાર નહીં નીકળવા સાથે સોસિયલ ડિસ્ટન્સનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપી આવી છે.