ETV Bharat / state

સાબરકાંઠામાં કોરોના કહેર વચ્ચે સ્થાનિક લોકોમાં જાગૃતિ વધી, મૃત્યુ આંક ઘટ્યો - Sabarkantha

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યા બાદ હવે સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના પગલે મોતનો આંકડો ઘટતાં સ્થાનિકોની જાગૃતિમાં વધારો થયો છે. આગામી સમયમાં પણ વહીવટીતંત્ર દ્વારા છેવાડાના નાગરિક સુધી જાગૃતિ લાવી શકાય તો કોરોના સામે તંત્ર મજબૂત બની શકે તેમ છે.

સાબરકાંઠામાં કોરોના કહેર વચ્ચે સ્થાનિક લોકોમાં જાગૃતિ વધી, મૃત્યુ આંક ઘટ્યો

author img

By

Published : Dec 18, 2020, 7:01 PM IST

  • સાબરકાંઠામાં કોરોના સંક્રમણ ઘટ્યું
  • જિલ્લામાં છેલ્લાં એક માસમાં કોરોનાના પગલે બે જ મોત
  • વહીવટીતંત્ર સહિત સ્થાનિકો બન્યાં જાગૃત
  • આગામી સમયમાં સાવચેતી એ જ સલામતી બનશે

સાબરકાંઠાઃ કોરોના મહામારીને પગલે સમગ્ર વિશ્વમાં દિન-પ્રતિદિન સંક્રમણ વધી રહ્યું છે તેમ જ મોતના આંકડાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જો કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસમાં કોરોના સંક્રમણ વધવા છતાં મોતના આંકડાઓ ઘટી રહ્યા છે. ગત એક માસમાં કોરોના સંક્રમણને પગલે માત્ર 2 વ્યક્તિઓના મોત થયાં છે. હાલ સાબરકાંઠા જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના પગલે મૃત્યુના આંકડાઓમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સાથે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્રયાસો તેમજ સ્થાનિક લોકોની જાગૃતતા પણ વધારો થયો છે.

જિલ્લામાં છેલ્લાં એક માસમાં કોરોનાના પગલે બે જ મોત

જિલ્લામાં કોરોના સંક્રમણની અસર

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાની શરૂઆતના તબક્કે ખૂબ ઓછી અસર હતી. જો કે, ગત ચાર માસની અંદર સાબરકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું. જેના પગલે 17 સૌથી વધારે કોરોના પોઝિટિવ નોંધાઈ ચૂક્યા હતા. જિલ્લાની હોસ્પિટલ પણ દર્દીઓથી ઉભરાઇ ચૂકી હતી. સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક લોકો તેમજ વહીવટી તંત્રના પ્રયાસના પગલે કોરોના સંક્રમણ કાબૂમાં આવી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગત બે માસથી સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના પગલે માત્ર 2 જ વ્યક્તિના મોત થયાં છે. જો કે, જિલ્લામાં કોરોના પોઝિટિવ આવ્યાં ત્યાં સુધીમાં 14થી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે. હાલમાં 80થી વધારે લોકો કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

સ્થાનિક જાગૃતિ બની મદદગાર

કોરોના મહામારીને અટકાવવા માસ્ક સેનિટાઈઝર અને સામાજિક અંતર મહત્વનું બની રહે છે. તેમ જ માસ્ક એ જ સૌથી મોટું વેકસિન છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં વહીવટીતંત્ર તેમજ સ્થાનિક લોકો આ મામલે વધુ જાગૃત બને છે. જેના પગલે હવે ધીરે ધીરે કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. તેમ જ આગામી સમયમાં વહીવટીતંત્રની જાગૃતિને પગલે હજુ પણ કોરોના સંક્રમણ ઘટે તેવી સંભાવનાઓ છે.

સાબરકાંઠા કોરોના અપડેટ

સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 1700થી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ ચૂક્યાં છે. તેમ જ 14થી વધારે લોકોના મોત થયાં છેે. હાલમાં પ્રતિદિન 10થી 12 લોકો કોરોના પોઝિટિવ સંક્રમણના ભોગ બની રહેલા છે. જો કે, આગામી સમયમાં જાગૃતિ વધે તે જરૂરી છે. જેમાં સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા પ્રયાસો અને જિલ્લાના સ્થાનિક લોકોની જાગૃતિ કોરોના પોઝિટિવને અટકાવવા મહત્વની બની રહેશે. કોરોના પોઝિટિવનું સંક્રમણ અટકાવવા સ્થાનિક જાગૃતિ માટે વહીવટી તંત્રદ્વારા સૌથી વધુ પ્રયાસ કરાય તે સમયની માગ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.