સાબરકાંઠા તેમજ અરવલ્લીના પશુપાલકો માટે સાબર ડેરી એક આધારશિલા છે. જો કે, એક તરફ મંદીના માહોલ વચ્ચે સાબર ડેરી દ્વારા ગાય તેમજ ભેંસના દૂધમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરતાં સમગ્ર પશુપાલકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. એક તરફ વિશ્વ મંદીનો માર સહન કરી રહ્યો છે, ત્યારે દૂધ તેમજ દૂધ પેદાશોમાં તેજીનો માહોલ ચાલી રહ્યો છે. જેના પગલે દૂધના પડતર ભાવમાં વધારો થયો હતો.
છેલ્લા આઠ માસમાં સતત ચાર વખત દૂધના ભાવમાં કિલોએ ફેટ દીઠ રૂપિયા ૭૦૦નો વધારો કરવામાં આવ્યો છે, ત્યારે આગામી દિવસોમાં પણ આ ભાવ યથાવત રહેશે તો હજુ પણ પશુપાલક આલમમાં ખુશી વ્યાપી શકે છે. વિશ્વમાં આજે ભારે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે દૂધ પેદાશોના સારા ભાવથી સાબર ડેરી દ્વારા ગાય તેમજ ભેંસના કિલો ફેટ દીઠ વધારો કરાયો છે. તો બીજી તરફ પશુપાલકોમાં પણ આ ભાવ વધારાથી ખુશીનો માહોલ સર્જાયો છે. જો કે, હજુ આગામી સમયમાં દૂધનો ભાવ વધારો થવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે, ત્યારે પશુપાલક સમુદાયમાં ખુશીનો માહોલ સર્જાઈ શકે છે.