ETV Bharat / state

લમ્પી વાયરસના કારણે સાબર ડેરી બની સતર્ક, 2 દિવસમાં કર્યું આ કામ

સાબરકાંઠા જિલ્લામાં લાખો પશુપાલકોની ચિંતા કરતી (Lumpy Virus in Gujarat) સાબરડેરીએ લમ્પી સામે સર્તકતા દાખવી પશુઓનું રસીકરણ હાથ ધર્યુ છે. સાબરડેરી દ્વારા સઘન રસીકરણ અભિયાન હાથ ધરીને બે દિવસમાં હજારો પશુઓનું રસીકરણ કર્યુ છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ રસીકરણ હજાર (Sabardari Vaccination Campaign) પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે.

લમ્પી વાયરસના કારણે સાબર ડેરી બની સતર્ક, 2 દિવસમાં કર્યું આ કામ
લમ્પી વાયરસના કારણે સાબર ડેરી બની સતર્ક, 2 દિવસમાં કર્યું આ કામ
author img

By

Published : Aug 3, 2022, 10:30 AM IST

સાબરકાંઠા : રાજ્યના પશુઓમાં લમ્પી વાયરસ (Lumpy Virus in Gujarat) જોવા મળતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ છે જે અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાઓ લમ્પી વાયરસથી અસરગ્રસ્ત થયા છે, ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાતમાં લમ્બી વાયરસનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં પણ લમ્પી વાયરસનો પગપેસારો થતાં બે દિવસમાં 10 થી વધારે કેસ નોંધાયા છે. તેમજ વહીવટી તંત્ર અને સાબરડેરી એક્શન (Sabardari Vaccination Campaign) મોડમાં જોવા મળ્યું છે. દસ હજારથી વધારે ડોઝ વેક્સિનેશન આપી અત્યારથી જ લમ્પી વાયરસને કંટ્રોલ કરવા મથામણ આદરી છે.

લમ્પી વાયરસને સાબરડેરીએ દાખવી સર્તકતા, બે દિવસમાં હજારો પશુઓનું રસીકરણ

વેક્સિનેશન શરૂ -સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં લંમ્પી (Sabarkantha lumpy virus) વાયરસના દસથી વધારે કેસ નોંધાતા જિલ્લા ભરના ખેડૂતો તેમજ પશુપાલકો માટે ભારે પરેશાનીનો માહોલ સર્જાયો છે. જિલ્લામાં ઇડર હિંમતનગર તલોદ તેમજ પોશીના તાલુકાઓમાં માત્ર બે દિવસની અંદર 10 થી વધારે લંમ્પી વાયરસના કેસ જાહેર થતાં પશુપાલકોમાં ગભરાટ ફેલાયો છે. જે અંતર્ગત ઈડરના કાનપુર વસાઈ સહિતના ગામડાઓમાં લમ્પી વાયરસ જોવા મળતા તાત્કાલિક ધોરણે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે આગામી સમયમાં આ મામલે હજુ તંત્ર દ્વારા અન્ય ગામડાઓમાં પણ તમામ પશુઓ માટે વેક્સિનેશન હાથ ધરવામાં આવ્યું છે.

પશુઓનું રસીકરણ - લમ્પી વાયરસની ગંભીરતા જોઈને લાખો પશુપાલકોના હિતમાં સાબરડેરી દ્વારા સઘન રસીકરણ અભિયાન હાથ ધરીને બે દિવસમાં 5806 પશુઓનું રસીકરણ કર્યું છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આમ તો પશુઓમાં લમ્પી વાયરસની અસર નહીંવત છે, પરંતુ સાબરડેરી દ્વારા અગમચેતીના ભાગરૂપે 13 વેટનરી સેન્ટર પર 150 વેટનરી ડૉક્ટરોની ટીમ સજ્જ રાખી છે. આ અંગે વાત કરતા ડેરીના પશુ ચિકિત્સક પરેશ પટેલ અને જયેશ પટેલે જણાવ્યું હતું કે, જે પશુઓ લમ્પી ગ્રસ્ત થયા છે, તેમણે ડેરીની સાબર સુદર્શન દવાથી સારવાર કરવામાં આવી રહી છે. જેનાથી ઘણા સારા પરિણામ મળી રહ્યા છે. પરંતુ તેની સાથે રહેતા પશુઓને આ રોગની અસર ન થાય તે માટે રોગપ્રતિકારક શક્તિ વિકસાવવા રસીકરણ હાથ ધરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Lumpy virus in Kutch : લમ્પી સ્કિન ડીસીઝનો કહેર વધતા 5 એકરમાં વિશાળ આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યા

પશુપાલકોનો ગભરાટ - વહીવટી તંત્ર દ્વારા પશુઓની હેરાફેરી ઉપર પ્રતિબંધ લાવવા માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જોકે હાલના તબક્કે તંત્ર દ્વારા લંબી વાયરસને અટકાવવા માટે વેક્સિનેશન ઉપર સૌથી વધારે ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેમજ છેલ્લા બે દિવસમાં 10,000 થી વધારે પશુઓને વેક્સિનેશનનો ડોઝ આપી દેવામાં આવ્યા છે. આગામી સમયમાં વાયરસ વધુ ફેલાય તે પહેલા લમ્પી વાયરસ વિરોધી રસી આપવામાં આવશે તો દિન પ્રતિદિન જીવલેણ બની રહેલા આ વાયરસ સામે જિલ્લા ભરના પશુપાલકોનો ગભરાટ દૂર કરી શકાશે. જેમાં છેલ્લા બે દિવસમાં 5806 પશુઓનું રસીકરણ કરાયું છે. ખાસ કરીને જે વિસ્તારોમાં લમ્પીના લક્ષણો જોવા મળ્યા હતા, તેવા તાલુકામાં અગમચેતી રૂપે અરવલ્લીના બાયડ તાલુકામાં 700, માલપુરમાં 145, મેઘરજમાં 700 અને મોડાસામાં 17 જ્યારે સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના 6 ગામોના 3125 અને પ્રાંતિજના 3 ગામોના 564 પશુઓનું રસીકરણ કરાયું છે.

આ પણ વાંચો : Lumpy virus in kutch : સીએમે ગાયોમાં લમ્પી વાયરસની સ્થિતિને લઇ બેઠક યોજી, કર્યાં આ નિર્ણયો

ગતવર્ષે પશુઓમાં લમ્પી - ગતવર્ષે પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળતા 35,000થી વધુ (Lumpy virus symptoms) પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેના પરીણામે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે પશુઓમાં લમ્પી વાયરસની અસર નહિવત જોવા મળી રહી છે. તેમણે પશુપાલકોમાં જાગૃતિ આવે તે માટે દરેક દૂધ મંડળીઓમાં લમ્પી વાયરસ સામે પશુઓનું રક્ષણ કઇ રીતે કરી શકાય તે અંગે જાગૃતતા લાવવા ખાસ અભિયાન (Vaccination cows in Gujarat) હાથ ધર્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.