- હિંમતનગરમાં સ્ટર્લિગ લેબોરેટરીનો છબરડો
- માત્ર બે મિનિટમાં રિપોર્ટ બદલાતા દર્દી મુકાયો મુંઝવણમાં
- આરોગ્ય વિભાગ પાસે ન્યાયિક તપાસની માંગ
સાબરકાંઠા : કોરોના મહામારી વચ્ચે સાબરકાંઠાની હિંમતનગરની સ્ટર્લિગ લેબોરેટરીનો બે મિનિટના અંતરે નેગેટિવ રિપોર્ટને પોઝિટિવ બતાવતા દર્દી સહિત સમગ્ર શહેરમાં ટોક ઓફ ધી ટાઉન સર્જાયું છે. સાબરકાંઠાના મુખ્યમથક હિંમતનગર ખાતે આવેલી સ્ટર્લિગ લેબોરેટરીમાં હિંમતનગરના સ્થાનિક યુવકે રેપિડથી કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જે રેપિડમાં દર્દીનો રિપોર્ટ નેગેટિવ બતાવ્યો હતો. જોકે, યુવકે RT PCR રિપોર્ટ કરાવતા તેમાં કોરોના પોઝિટિવ હોવાનું આવતા દર્દી મુંઝવણમાં મૂકાઇ ગયો હતો. એક જ વ્યક્તિના બે મિનિટના અંતરે આવેલા અલગ અલગ રિપોર્ટને પગલે સમગ્ર શહેરમાં લેબોરેટરી સામે સવાલો ઉભા થયા છે.
શું છે સમ્રગ મામલો
હિંમતનગરમાં એક યુવક કોરોના સંક્રમણનો રિપોર્ટ કરાવવા સ્ટર્લિગ લેબોરેટરીમાં ગયો હતો. ત્યાં તેણે રેપિડ કોરોના સંક્રમણનો રિપોર્ટ કરાવ્યો હતો. જોકે, રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ યુવકે ચોક્કસાઈ માટે RT PCR રિપોર્ટ કરાવવાનું નક્કી કર્યો. બે જ મિનિટમાં આર્ટિફિશિયલ રિપોર્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો. જેના પગલે સમગ્ર શહેરમાં બે મીનિટના અંતરે આવેલા નેગેટિવ પોઝિટિવ રિપોર્ટથી સ્ટર્લિગ લેબોરેટરી દ્વારા છબરડો કરાયા હોવાનું બહાર આવ્યું છે. હિંમતનગરની સ્ટર્લિગ લેબોરેટરીમાં કોરોનાના કરવામાં આવેલા બે રિપોર્ટથી હાલના તબક્કે યુવક મૂંઝવણમાં મુકાઇ ગયો છે. તેને કયા રિપોર્ટ પર આધાર રાખવો કારણ કે, બંને રિપોર્ટમાં વિરોધાભાસ આવ્યું છે.
લેબોરેટરીની ચોકસાઈ સામે પણ સવાલ
બે મિનિટના અંતરે બે રિપોર્ટ કઢાવતા બંનેમાં વિરોધાભાસી પરિણામ આવતા હોસ્પિટલની સામે પણ હવે સવાલ ઉભો થયો છે. તેમજ યુવકે હાલમાં જિલ્લા વહીવટીતંત્ર સામે હોસ્પિટલની ચોકસાઈ ઉપર સવાલ ઉઠાવી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે. જોકે, સ્ટર્લીંગ લેબોરેટરી સામે વહીવટી તંત્ર દ્વારા ચોકસાઈ મામલે કેટલા અને કેવા પગલાં લેવાય છે એ તો જે તે સમય બતાવશે.