સાબરકાંઠાના હિંમતનગર RTO કચેરીમાં સામાન્ય બાબતે ભારે હંગામો મચ્યો હતો. RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે આવેલા એક વ્યક્તિએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જવાના મુદ્દે હોબાળો થયો હતો. સ્થાનિક RTO અધિકારી દ્વારા કચેરીમાં આવેલા તમામ લોકો માટે લાઈસન્સ ટેસ્ટિંગ કરવા માટે જણાવાયું હતું. જો કે, આ મામલે છેલ્લા કેટલાક સમયથી ભારે વિરોધાભાસ ચાલી રહ્યું હતું.
અચાનક ડ્રાઇવિંગ લાયસન્સ માટે આવેલા યુવકને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા અન્ય કેટલાક લોકોએ રોક્યા હતા, જેના પગલે સ્થાનિક યુવકો ઉશ્કેરાઇ જઇ હંગામો મચાવ્યો હતો. જેના પગલે RTO પરિસરમાં ભારે હોબાળો મચ્યો હતો અને તમામ લોકો એક સ્થળે એકઠા થયા હતા. પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જો કે, ઘટના સ્થળે પહોંચીને પોલીસે સમગ્ર મામલો હાથમાં લેતાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.