સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આયોજીત લશ્કરી ભરતી મેળામાં રાજ્યના ૨૧ જિલ્લાઓમાંથી આવેલા યુવાનોને ભાલેશ્વરના સાબર સ્ટેડીયમ ખાતે વહેલી સવારે પહોંચેલા જિલ્લા કલેક્ટરે પ્રોત્સાહિત કર્યા હતાં. સ્ટેડિયમ ખાતે આવેલા યુવાનોને ખોટા પ્રલોભન આપનાર તત્વોથી દૂર રહી સરકારની પારદર્શક ભરતી પક્રિયામાં વિશ્વાસ રાખવા જણાવ્યું હતું.
હિંમતનગરમાં 9 સપ્ટેમ્બર સુધી ચાલશે ભરતી મેળો ૨૮ ઓગસ્ટથી શરૂ થયેલા ભરતી પ્રક્રિયામાં અત્યાર સુધી અમદાવાદ, આણંદ, મહિસાગર, તાપી, નવસારી અને પંચમહાલ જિલ્લાના યુવાનોની ભરતી પક્રિયા પૂર્ણ થઇ છે, જયારે આગામી ૩૧ ઓગસ્ટના રોજ અરવલ્લી જિલ્લાના ર થી ૪ સપ્ટેબરના રોજ બનાસકાંઠા જિલ્લાના, ખેડા, નર્મદા, વડોદરા તથા વલસાડના યુવાનો માટે ચોથી, મહેસાણા માટે પાંચમી, ગાંધીનગર, છોટા ઉદેપુર માટે છઠ્ઠી, પાટણ, સુરત માટે સાતમી, ડાંગ, દાહોદ અને સાબરકાંઠાના યુવાનો માટે આઠ્ઠમી તેમજ ૯મી સપ્ટેમ્બરના રોજ સાબરકાંઠા જિલ્લા આદિજાતિ તાલુકાના યુવાનો માટે ભરતી પ્રકિયા હાથ ધરવામાં આવશે.
કલેક્ટર દ્વારા તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરાયા સાબરકાંઠા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પોલીસ દ્વારા ભરતી મેળાને અનુલક્ષીને કરાયેલી વ્યવસ્થાઓના પગલે આવનારા તમામ સ્પર્ધકોનું કાર્ય સરળતાથી પાર થઇ રહ્યું છે. જેને જિલ્લા કલેકટરે વહીવટીતંત્રની આ મુહિમને બિરદાવી હતી.