- સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં વરસાદ
- તૌકતે ચક્રવાતની અસરથી પૂરઝડપે પવન પણ ફૂંકાયો
- જુવાર, બાજરીના પાકને નુક્સાન થવાની ભીતિ
સાબરકાંઠા: તૌકતે ચક્રવાતની અસરથી જિલ્લામાં સોમવારે બપોર બાદથી વરસાદી માહોલ સર્જાયો હતો. જ્યારબાદ મોડીસાંજથી રાત સુધીમાં જિલ્લામાં અડધા ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં ખેડૂતો દ્વારા જુવાર અને બાજરીના પાકને નુક્સાન થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
મોડી રાત સુધીમાં કોઈ મોટું નુક્સાન નહીં
અરબ સાગરમાં ઉભા થયેલા તૌકતે ચક્રવાતની સમગ્ર ગુજરાતમાં વ્યાપક અસર થાય તેવી સંભાવના છે. જોકે, ચક્રવાતની શરૂઆત થાય તે પહેલાં જ સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં પોશીના વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, મોડીરાત સુધી કોઈ મોટા નુક્સાનની માહિતી મળી ન હતી.