ETV Bharat / state

PM મોદી આજે સાબરકાંઠાના પ્રવાસે, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત - મહિલા પશુપાલકોનું સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરકાંઠાના પ્રવાસે (PM Modi Sabarkantha Visit) આવી રહ્યા છે. અહીં તેઓ 1,030 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Launching and Khatmuhurt of the project in Sabarkantha) કરશે. તેમના આગમન અંગેની કેવી તૈયારી છે. તેમ જ વડાપ્રધાન અન્ય કયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તે અંગે જોઈએ આ અહેવાલ.

PM મોદી આજે સાબરકાંઠાના પ્રવાસે, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત

author img

By

Published : Jul 28, 2022, 9:32 AM IST

Updated : Jul 28, 2022, 10:58 AM IST

સાબરકાંઠાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરકાંઠાના મહેમાન (PM Modi Sabarkantha Visit) બનશે. અહીં તેઓ 1,030 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Launching and Khatmuhurt of the project in Sabarkantha)કરશે. તો આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિતના અગ્રણીઓ તેમ જ 60,000થી વધુ મહિલા સભાસદો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો- બુંદેલખંડ એક્સપ્રેસ વે ઔદ્યોગિક પ્રગતિને વેગ આપશે: PM મોદી

મહિલાઓ સાથે PM કરશે સંવાદ - વડાપ્રધાન અહીં આદિવાસી મહિલાઓ સાથે પણ સંવાદ (PM Modi talks to Tribal Women) કરશે. જ્યારે સહકારથી સમૃદ્ધિના સૂત્ર (Sahakar thi samruddhi program) હેઠળ અહીં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન બપોરે 12 વાગ્યે હિંમતનગર પધારશે.

વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત - મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીના વિવિધ પ્લાન્ટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત (Launching and Khatmuhurt of the project in Sabarkantha) થશે. વડાપ્રધાન આજે 305 કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત પાઉડર પ્લાન્ટનું લોકાપર્ણ કરશે. જ્યારે 125 કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત ટેટ્રાપેકનું વર્ચ્યૂઅલ લોકાપર્ણ કરશે. આ ઉપરાંત 600 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા ચીઝ પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કરશે.

મહિલા પશુપાલકોનું કરાશે સન્માન - આ ઉપરાંત વડાપ્રધાન સુકન્યા યોજના (Sukanya Yojana) અન્વયે દિકરીઓને ખાતા ખોલવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અહીં મહત્તમ દૂધ ઉત્પાદન કરનારી મહિલા પશુપાલકોનું સન્માન કરવામાં (Women herdsmen will be honored) આવશે. આ કાર્યક્રમની સાથે સાથે વડાપ્રધાન જિલ્લાની પ્રગતિશીલ મહિલા ખેડૂતો તેમ જ આદિવાસી મહિલા દૂધ ઉત્પાદકો સાથે (PM Modi talks to Tribal Women) મુલાકાત કરશે.

આ પણ વાંચો- નાના બાળકોએ PM મોદીની સામે શિવ તાંડવનો કર્યો પાઠ, જૂઓ વીડિયો

સાબર ડેરીની સિદ્ધિ - સાબર ડેરીના ચેરમેન શામળ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 1964-65માં માત્ર 19 દૂધમંડળીથી શરૂ થયેલી ડેરી આજે 1,798 કાર્યરત્ દૂધમંડળી ધરાવે છે. તે જ રીતે માત્ર 29 સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે 3,84,986 સભાસદોનું સુદ્રઢ પીઠબળ ધરાવે છે. ડેરીની સ્થાપના સમયે એટલે કે વર્ષ 1964-65માં માત્ર 0.05 લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરેરાશ 33.27 લાખ લિટર પ્રતિદિન દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં સ્થાનિક રોજગારને પણ ખૂબ મોટું મહત્વ મળશે તે નક્કી છે.

Last Updated : Jul 28, 2022, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.