સાબરકાંઠાઃ જિલ્લામાં ખેડબ્રહ્માના ખેડવા ડેમમાંથી છેલ્લા 3 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદને પગલે પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. જેના પગલે સાબરકાંઠાના ખેડવા ડેમ 97 ટકાથી વધારે ભરાઈ ચૂક્યું છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ રૂબરૂ મુલાકાત લઇ પાણીની આવક સામે જાવક યથાવત રાખવાના દિશાનિર્દેશ બાદ હાલમાં છેલ્લા ત્રણ દિવસથી 1000 ક્યૂસેકથી વધારેની આવક નોંધાઇ રહી છે.
જો કે, સતત વરસાદી પાણીની આવક યથાવત રહેતા ડેમ સાઈટ પર આલ્હાદક દ્રશ્યો સર્જાયા છે. વરસાદી પાણીની આવક યથાવત રહેતા સાબરકાંઠા જિલ્લામાં આગામી એક વર્ષ સુધી પીવાના પાણીની કોઇ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તેવો માહોલ સર્જાયો છે. હાલમાં સાબરકાંઠા જિલ્લામાં ધરોઇ જળાશય યોજના કે, મોટાભાગના ગામડાઓ સહીત ઉત્તર ગુજરાતના મોટભાગના વિસ્તારમાં એક વર્ષ માટે પીવાના પાણીની સમસ્યા રહેશે નહીં.