સાબરકાંઠા: એક તરફ કોરોનાનો કહેર તો બીજી તરફ સાબરકાંઠામાં સામાન્ય વરસાદના પગલે જગતના તાતને બેવડો માર પડ્યો છે. આ વર્ષે સામાન્ય વરસાદ થવાના કારણે મગફળીના વાવેતરમાં અત્યારથી જ રોગચાળાની શરૂઆત થઇ છે. મગફળીનો ઉભો પાક અચાનક પીળા રંગનો થવાને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે.
સાબરકાંઠા જિલ્લામાં મગફળીનું ખૂબજ વાવેતર થયુ છે. ઓછા વરસાદને પગલે હવે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો નિરાશ થવા લાગ્યા છે. બીજી તરફ વરસાદ ખેંચાતા હવે પાક મુરઝાવા લાગ્યો છે. જોકે આ મામલે ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં નહીં લેવાય તો જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
જોકે હજી સુધી જિલ્લા વહીવટી તંત્ર પાસે સાબરકાંઠા જિલ્લામાં મગફળીનો કુલ કેટલો પાક છે તે અંગે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી ત્યારે જિલ્લાના ખેડૂતોની સહાય કે સહયોગ પહોંચાડવાની વાત ક્યારે સફળ બની રહે છે એ તો સમય બતાવશે પરંતુ હાલમાં વરસાદ ન થાય તો જિલ્લાના ખેડૂતોને નુકસાન સહન કરવાની શક્યતા છે.
સાબરકાંઠા: મગફળીના વાવેતરમાં વરસાદ ખેંચાતા રોગચાળાની શરૂઆત - સાબરકાંઠા ન્યુઝ
ગુજરાતમાં આ વર્ષે મગફળીનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે. જોકે સાબરકાંઠામાં સામાન્ય વરસાદના પગલે હવે મગફળીના પાકમાં રોગચાળાની શરૂઆત થતા ખેડૂતોમાં નિરાશાના ફરીવળી છે. આગામી સમયમાં ભારે વરસાદ ન આવ્યો તો ખેડૂતોને રડવાનો વારો આવી શકે તેમ છે.
![સાબરકાંઠા: મગફળીના વાવેતરમાં વરસાદ ખેંચાતા રોગચાળાની શરૂઆત etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-02:04:08:1595493248-gj-sbr-01-magfali-av-7202737-23072020135322-2307f-01074-954.jpg?imwidth=3840)