સાબરકાંઠા: તલોદના મહીયલ ગામમાં દશામાંની પ્રતિમા પાણીમાં વિસર્જિત કરવા જતા 24 વર્ષીય ઉદ્દેશ ચૌહાણ અચાનક પાણીમાં ગરકાવ થઇ ગયો હતો.
આ અંગે જાણ થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. આ ઉપરાંત હિંમતનગર ફાયર ફાઈટરને જાણ કરતા હિંમતનગર ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકના મૃતદેહને બહાર લાવી પરિવારને સોપવામાં આવ્યો હતો.