ETV Bharat / state

ખેડબ્રહ્મામાં સામાજીક પ્રસંગમાં બોલાચાલી બાદ પરિવારો આવ્યા સામ સામે અને પછી...

સાબરકાંઠાઃ ખેડબ્રહ્મા પંથકમાં સમાજના પરિવારો વિધી પ્રસંગે એકઠાં થયા હતા. તે દરમિયાન બોલાચાલી થઇ હતી. જેમાં આમંત્રણ વિના કેમ આવ્યો તેવુ કહી સમાજના જ યુવક સાથે ઝધડો થતાં સામ સામે આવી ગયા હતા. તે દરમિયાન એક યુવકને ઇજા પહોંચતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો હતો. જેને લઇને બંને પક્ષે સામસામે ફરિયાદ દાખલ કરી છે.

સાબરકાંઠા
author img

By

Published : Aug 8, 2019, 10:26 AM IST

સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામે ખૈર સમાજનો પ્રસંગ હતો. પરિવારોમાં બીમારી વધારે રહેતી જેથી ભુવાજી દ્રારા વિધી થતી હોઇ જેથી ત્યાં સમાજના લોકો પહોંચ્યા હતા. જ્યાં વિરમભાઇ જાલમાંભાઇ ખૈર અને બંસીભાઇ વેલાભાઇ ખૈર વચ્ચે આમંત્રણના મામલે બોલાચાલી થઇ હતી. અગાઉની સામાજીક નારાજગીને કારણે અન્ય એક સંબંધીને કેમ બોલાવ્યા તેવું કહેવા જતાં બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતું. જેના પગલે સમગ્ર સામાજિક પ્રસંગ વિવાદમાં સપડાતા સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ સર્જાઈ હતી. જો કે આ સમાજમાં મોટા ભાગે વિવિધ બીમારીઓમાં પણ અંધશ્રદ્ધા વધારે હોય છે. ત્યારે, આજે ઉભા થયેલા વિવાદમાં પણ સામાન્ય બાબત લોહીયાર બની છે.

ખેડબ્રહ્મામાં સામાજીક પ્રસંગમાં બોલાચાલી બાદ પરિવારો આવ્યા સામ સામે અને પછી...etv bharat

જોત જોતામાં બોલાચાલી થતા પ્રસંગમાં ઘર્ષણ થયુ હતું. તે દરમિયાન વિરમભાઇ જાલમાંભાઇ ખૈરને ઇજા પહોંચતા સામ સામે પથ્થરમારો શરૂ થયો હતો. આ સમગ્ર ઘટનાને પગલે બંને વ્યક્તિએ એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાવી છે.

Intro:સાબરકાંઠા ના ખેડબ્રહ્મા પંથકમાં સમાજના પરિવારો વિધી પ્રસંગે એકઠાં થયા દરમ્યાન બબાલ થઇ હતી. જેમાં આમંત્રણ વિના કેમ આવ્યો તેવુ કહી સમાજના જ યુવક સાથે ઝગડો થતાં સામ સામે તીર કામઠાં ઉડ્યા હતા. મારામારી દરમ્યાન યુવકની છાતીમાં તીર ઘુસી જતાં મામલો બિચકો હતો. પથ્થરબાજીને પગલે સામસામે ફરિયાદ દાખલ કરાઇ છે.Body:સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના પઢારા ગામે ખૈર સમાજનો પ્રસંગ હતો. પરિવારોમાં બીમારી વધારે રહેતી ભુવાજી દ્રારા વિધી થતી હોઇ સમાજના લોકો પહોંચ્યા હતા. જ્યાં વિરમભાઇ જાલમાંભાઇ ખૈર અને બંસીભાઇ વેલાભાઇ ખૈર વચ્ચે આમંત્રણના મામલે બોલાચાલી થઇ હતી. અગાઉની સામાજીક નારાજગીને કારણે અન્ય એક સંબંધીને કેમ બોલાવ્યા તેવું કહેવા જતાં બંને વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયુ હતું જેના પગલે સમગ્ર સામાજિક પ્રસંગ વિવાદ માં સપડાતા સમગ્ર વિસ્તારમાં ભારે હલચલ સર્જાઈ હતી.
જોકે આ સમાજમાં મોટા ભાગે વિવિધ બીમારીઓમાં પણ અંધશ્રદ્ધા વધારે હોય છે ત્યારે આજે ઉભા થયેલા વિવાદ માં પણ સામાન્ય બાબત લોહીયાર બની છે.

Conclusion:જોતજતામાં તીર કામઠાં ઉડતાં પ્રસંગમાં સામાજીક યુધ્ધ છેડાઇ ગયુ હતુ. આ દરમ્યાન વિરમભાઇ જાલમાંભાઇ ખૈરને તીરનો ભાલો છાતીમાં ઘુસી જતાં સામસામે છુટા હાથે પથ્થરમારો શરૂ થયો હતો. ઘટનાને પગલે બંને વ્યક્તિએ એકબીજા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરીયાદ ખેડબ્રહ્મા પોલીસ મથકે નોંધાવી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.