હિંમતનગર: સાબરકાંઠાના હિંમતનગર સહિત આઠ તાલુકાઓમાં છેલ્લાં બે દિવસથી કોરોનાવાયરસના પોઝિટિવ કેસ ન મળી આવતાં હાલ પૂરતા જિલ્લા વહીવટીતંત્રે રાહતનો શ્વાસ લીધો છે. જોકે સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાવાયરસના 87 કેસ નોંધાયા છે. જે પૈકી 36 દર્દીઓને સારવાર દરમિયાન રજા આપવામાં આવી છે તે મજ ત્રણ દર્દીઓ કોરોનાવાયરસના ભોગ બની ચૂક્યાં છે. જોકે હાલમાં પણ સાબરકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 40થી વધારે દર્દીઓને કોરોનાવાયરસથી ઉગારવાની સારવાર ચાલી રહી છે.
જો કે દિન પ્રતિદિન વધતા જતા કેસોે સામે સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં એક પણ કેસ ન મળી આવતાં વહીવટીતંત્ર માટે રાહતના સમાચાર આવ્યાં હોય તેવો માહોલ સર્જાયો છે. સિવિલ તેમ જ આરોગ્ય વિભાગ સહિત પોલીસ અને જિંલ્લા પ્રશાસન દ્વારા એકરૂપતા સ્થાપિત થઈ હોય તેમ માનવું જ રહ્યું.
જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા તેમ જ પોઝિટિવ કેસ ન આવવા તે જિલ્લામાં સફળ સંચાલનની ભૂમિકા ગણી શકાય. આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં એક પણ કોરોનાવાયરસ દર્દી ન મળે તો કોરોના ફ્રી સાબરકાંઠા જિલ્લો કરાવી શકે તેવી પૂર્ણ પરિસ્થિતિ છે. સાબરકાંઠા જિલ્લો ક્યારે કોરોનામુક્ત બનશે તે મહત્વનું બની રહેશે.