ETV Bharat / state

એથ્લેટિક ચેમ્પિયનશિપમાં નિર્મા અસારીનું લાંબી કૂદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન,વિવિધ રમતોમાં નામ અજવાળતી દીકરીઓ - Rabari Sati

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા હિંમતનગરમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ(Himmatnagar Saber Sports Stadium) માં યુનિવર્સિટી એથ્લેટિક ચેમ્પિયનશિપ (HNGU Athletic Championships) યોજાઇ હતી. જેમાં પાંચ વિદ્યાર્થિનીઓ નિર્મા અસારી, જાડા રિંકલ, ડાકી પ્રિયલ, રબારી સતી, માહી રાજપૂત વિવિધ રમતોમાં ખૂબ જ સારું પ્રદર્શન (Nirma Asari outstanding performance in long jump )કરી સાબરકાંઠાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

એથ્લેટિક ચેમ્પિયનશિપમાં નિર્મા અસારીનું લાંબી કૂદમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન,વિવિધ રમતોમાં નામ અજવાળતી દીકરીઓ

author img

By

Published : Dec 14, 2022, 8:11 PM IST

નિર્મા અસારી, જાડા રિંકલ, ડાકી પ્રિયલ, રબારી સતી, માહી રાજપૂત વિવિધ રમતોમાં ચમકી ઊઠી

હિંમતનગર સાબરકાંઠાના હિંમતનગર સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ (Himmatnagar Saber Sports Stadium )ખાતે હેમચંદ્રાચાર્ય યુનિ. પાટણ દ્વારા યુનિવર્સિટી એથ્લેટિક ચેમ્પિયનશિપ (HNGU Athletic Championships) 9 થી 13 ડીસેમ્બર 2022 દરમિયાન યોજાઇ હતી. જેમાં સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં પાંચ દીકરીઓ મહિલા કોલેજ મહેતાપુરાની વિદ્યાર્થિનીઓ નિર્મા અસારી (Nirma Asari outstanding performance in long jump ), જાડા રિંકલ, ડાકી પ્રિયલ, રબારી સતી, માહી રાજપૂત (Jada Rinkal Daki Priyal Rabari Sati Mahi Rajput ) વિવિધ રમતોમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી સાબરકાંઠાનું અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે.

આ પણ વાંચો રાષ્ટ્રીય રમતમાં ફરી વાગ્યો ગુજરાતનો ડંકો, એક શિક્ષિકાએ અન્ય રમતવીરોને આ રીતે હંફાવી નાખ્યા

બેસ્ટ એથ્લેટ ગર્લનો ખિતાબ આ પાંચ દિવસીય સ્પર્ધા (HNGU Athletic Championships) માં 97 કોલેજના 1100થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દોડ, લાંબી કુદ, હડલ દોડ, રીલે દોડ જેવી સ્પર્ધાઓ યોજાઇ હતી. આ સ્પર્ધાઓમાં નિર્મા અસારી (Nirma Asari outstanding performance in long jump )એ લાંબી કૂદમાં 5.79 મીટરની છલાંગ લગાવી પોતાનો જ રેકોર્ડ તોડી નવો રેકોર્ડ બનાવી પ્રથમ સ્થાન હાંસલ કરવાની સાથે 4*100 મીટર રીલે દોડમાં પણ સારુ પ્રદર્શન કરી બેસ્ટ એથ્લેટ ગર્લનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

આ પણ વાંચો સાબરકાંઠાની દીકરીએ વધાર્યું ગુજરાતનું ગૌરવ, નેશનલ એથ્લેટીક સ્કૂલ ગેમ્સમાં જીત્યો ગોલ્ડ મેડલ

જૂના નવ રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો જાડા રિંકલ 1500 મીટર દોડ 5.02 મિનિટ, 2000 મી. 7.21 મિનિટ અને 5000 મીટરની દોડ 19.03 મિનિટમાં પૂરી કરી અને 4*100 રિલે રેસમાં સારું પ્રદર્શન કર્યું હતું. ડાકી પ્રિયલે 400 મીટર હર્ડલ રેસ 1.13 મિનિટમાં પૂરી કરી હતી, જ્યારે રબારી સતીએ 800 મીટરની રેસ 2.34 મિનિટમાં પૂરી કરી હતી. માહી રાજપૂતે 100 મીટરની રેસમાં સારો દેખાવ કરીને મેડલ જીત્યો હતો. સતી, રિંકલ, પ્રિયલ,માહીએ 4*400 રીલે દોડ 4.44 મિનિટમાં પૂર્ણ કરી હતી. આ પાંચ દીકરીઓએ યુનિવર્સિટી(HNGU Athletic Championships) ના જૂના નવ રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો હતો.

શુભેચ્છાઓ પાઠવવામાં આવી યુનિવર્સિટી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં (HNGU Athletic Championships) સારો દેખાવ કરનારી આ પાંચે દીકરીઓને અને તેમના કોચને વહીવટી તંત્ર અને મહિલા કોલેજ દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.